રશિયામાં સ્કૂલોમાં બાળકોનું બ્રેઈનવૉશ!

રશિયામાં સ્કૂલોમાં બાળકોનું બ્રેઈનવૉશ!

રશિયાની સ્કૂલોમાં દેશભક્તિના પાઠ ભણાવાય છે. એક રીતે તેઓનું બ્રેઈનવૉશ કરાય છે કે યુક્રેન પર હુમલો યોગ્ય અને જરૂરી હતો. છેલ્લા બે મહિનાથી ‘કન્વર્શેસન અબાઉટ ઇમ્પોર્ટંટ થિંગ્સ’ નામથી રશિયા દરેક સ્કૂલમાં વિશેષ વર્ગ ચલાવી રહ્યું છે. તેમાં જણાવાય છે કે કેમ રશિયન સૈનિકો દ્વારા યુક્રેની વિસ્તારો પર કબજો કરવો ઐતિહાસિક ન્યાય છે. તેની પાછળ તર્ક અપાય છે કે યુક્રેન મૂળ રીતે રશિયાનો જ હિસ્સો હતો. આ વર્ગમાં ગેરહાજર રહેનારા બાળકો, માતા-પિતા અને શિક્ષકો પર સરકાર કાર્યવાહી કરી રહી છે.

મૉસ્કોમાં આ પ્રકારના વિશેષ વર્ગમાં ગેરહાજર રહેનાર 10 વર્ષીય વાર્યા શોલિકરના રિપોર્ટને યૂથ વેલફેર ઓફિસને મોકલાયો હતો. ત્યારબાદ તેના માતા-પિતાને ઓફિસે બોલાવીને જબરદસ્તીથી મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગ કરાવાયું હતું. તેના ઘરની પણ તપાસ કરાઇ હતી. ઘરમાં અંદર થઇ રહેલા લીલા અને પીળા રંગને આપત્તિજનક દર્શાવાયો હતો, કારણ કે આ રંગ યુક્રેનના ધ્વજમાં છે.

બાળકીના લેપટોપ અને ઇન્ટરનેટ ગતિવિધિઓની તપાસ કરાઇ હતી. આરોપ કરાયો કે બાળકી લેપટોપ પર ઉગ્રવાદી ચેનલ જોઇ રહી હતી તેમજ સોશિયલ મીડિયા પર યુક્રેન સમર્થિત મીમ્સ પોસ્ટ કરી રહી હતી. આવા વર્ગથી દૂર રહેનારા શિક્ષકોને પણ કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે. શિક્ષક તાટયાના ચેરવેન્કો પર ટ્રાયલ ચાલી રહી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow