હાડ થીજવતી ઠંડી હૅલ્થ માટે ખતરનાક! માત્ર હાર્ટ એટેક જ નહીં, બની શકો આ ગંભીર બીમારીઓના પણ ભોગ

હાડ થીજવતી ઠંડી હૅલ્થ માટે ખતરનાક! માત્ર હાર્ટ એટેક જ નહીં, બની શકો આ ગંભીર બીમારીઓના પણ ભોગ

હેલ્થ સાથે જોડાયેલી કઈ પરેશાની શિયાળામાં તમને ઘેરી શકે?

ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ યથાવત છે. ઘણી જગ્યાએ પારો ન્યુનત્તમ 1 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. એવામાં આરોગ્યનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. કડકડતી ઠંડીમાં સ્વાસ્થ્યને થોડુ નજરઅંદાજ કરવુ ભારે પડી શકે છે. ખાસ કરીને જે લોકો પહેલેથી જ બિમાર છે, એવા લોકોએ વિશેષ સારસંભાળની જરૂર છે. હાર્ટથી લઇને શ્વાસના દર્દીઓ માટે આટલી ઠંડી ખતરનાક સાબિત થઇ શકે છે. તો સામાન્ય માણસને પણ શિયાળામાં આ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ હેલ્થ સાથે જોડાયેલી કઈ પરેશાની આ શિયાળામાં ઘેરી શકે છે અને કેવીરીતે કરશો તેનાથી બચાવ.

હાઈ બીપી અને હાર્ટના દર્દી રહે સાવધાન

ઠંડીનો ખરાબ પ્રભાવ સૌથી પહેલા હાઈ બીપી અને દિલના દર્દીઓ પર થાય છે. ઠંડીમાં રક્ત વાહિકાઓ સંકોચાઈ જાય છે, જેના કારણે શરીરમાં લોહીનો પ્રભાવ વધારે ધીમો થવા લાગે છે. જેનાથી તેમને હાર્ટ એટેક આવવાની સૌથી વધુ સંભાવના રહે છે. હાર્ટના દર્દીઓને શિયાળાની સિઝનમાં ખાસ કરીને બચાવ કરવા અને પોતાને ગરમ રાખવાની જરૂર હોય છે. જેનાથી લોહીનો પ્રવાહ ઓછો ના થાય.

થઇ શકે છે પેરાલિસિસ

શિયાળામાં લકવા મારવાના કેસ વધી જાય છે. ખાસ કરીને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓમાં આ જોખમ વધુ જોવા મળે છે. સ્કિનની નીચે રહેલી લોહીની નળીઓ ઠંડીના કારણે સંકોચાવા લાગે છે. જેના કારણે મગજમાં લોહી ઓછુ પહોંચે છે અને લકવા થવાનો ડર રહે છે. સામાન્ય સ્વસ્થ માણસ પણ શિયાળાની સિઝનમાં લકવાનો શિકાર થઇ શકે છે. જરૂરી છે કે પોતાને ઠંડીથી બચાવીને રાખો.

શ્વાસ લેવામાં તકલીફ

ઠંડી અને અસ્થમાના દર્દીઓ માટે પરેશાની વધારનારું રહે છે. પોતાને ઠંડીમાંથી બચાાવવા માટે લોકો ઘરમાં કેદ થાય છે અને બારી-દરવાજા પણ ખોલતા નથી. એવામાં અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તો બહારની હવામાં પણ ભેજનો અભાવ હોય છે, જે ફેફસાને સારી રીતે કામ કરવા દેતી નથી અને અસ્થમાના દર્દીઓ માટે મુશ્કેલી વધી જાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow