બોમ ડિગી ડિગી બોમ' ફેમ સાક્ષી-રાઘવ વચ્ચે બઘડાટી!

બોમ ડિગી ડિગી બોમ' ફેમ સાક્ષી-રાઘવ વચ્ચે બઘડાટી!

ફિલ્મ 'સોનુ કે ટીટૂ કી સ્વીટી'માં જોવા મળેલી સાક્ષી મલિકનો તાજેતરમાં રાઘવ જુયાલ સાથેનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક્ટ્રેસ અને રાઘવ વચ્ચે જોરદાર બોલાચાલી અને મારામારી થતી જોવા મળે છે. સાક્ષી ગુસ્સામાં રાઘવના વાળ ખેંચે છે, તો સામે રાઘવ તેને થપ્પડ મારે છે. વીડિયો જોયા પછી બંને વચ્ચેના ઝઘડા અંગે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે અને હવે બંનેએ આ મામલે સ્પષ્ટતા કરી છે.

બંને વચ્ચે બઘડાટી બોલી ગઈ! રેડિટે સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો છે. આ વાઈરલ વીડિયોમાં સાક્ષી મલિક અને રાઘવ જુયાલ એકબીજા સાથે ઉગ્ર દલીલ કરી રહ્યા છે. પછી સાક્ષી ગુસ્સે થઈ જાય છે અને એક્ટરના વાળ ખેંચવાનો પ્રયાસ કરે છે. ત્યાં હાજર બીજો છોકરો તેમને બાજુ પર લઈને છૂટા પાડે છે, જેથી મામલો શાંત થઈ શકે. આ પછી રાઘવ ગુસ્સામાં સાક્ષીને થપ્પડ મારે છે.

વીડિયો જોયા પછી યુઝર્સ ગુસ્સે થઈ ગયા હતા અને તેમને આવું કરવા બદલ ટ્રોલ કરવાનું શરૂ કર્યું. મામલો વધુ વકરી રહેલો જોઈને, રાઘવ જુયાલ અને સાક્ષી મલિકે સ્પષ્ટતા આપી, રાઘવે લખ્યું- 'મિત્રો, આ અમારા ડ્રામાની સ્ક્રિપ્ટ માટેની સીન પ્રેક્ટિસ હતી. પ્લીઝ એવું ન વિચારો કે આ બધું વાસ્તવિક છે, આ ફક્ત એક સારા એક્ટર બનવાની પ્રેક્ટિસ છે.'

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow