Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
Health

માત્ર 5 રૂ.માં કંટ્રોલમાં આવશે બ્લડ સુગર, બસ ઘરે જ બનાવી લો આ આયુર્વેદિક ડ્રિંક

Gujaratnow2 min read
માત્ર 5 રૂ.માં કંટ્રોલમાં આવશે બ્લડ સુગર, બસ ઘરે જ બનાવી લો આ આયુર્વેદિક ડ્રિંક

​​​​​​​શું તમને પણ છે ડાયાબિટીસ?

આજકાલ તો જાણે ડાયાબિટીસ એક સામાન્ય બીમારી બની ગઈ છે, જેનાં દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જ જાય છે.  

ડાયાબિટીસ કે જેને શુગર કે મધુમેહ પણ કહેવામાં આવે છે, એક એવી બીમારી છે જેને કંટ્રોલ કરી શકાય છે, પરંતુ તેને નાબુદ કરવી અસંભવ છે. આ જીવનશૈલી સાથે જોડાયેલ બીમારી છે જેમાં ઇન્સ્યુલિન બનવાથી તકલીફ પડે છે અને શરીરમાં બ્લડ શુગર લેવલ વધવા લાગે છે.  

ઘણા લોકો ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે દવાઓ લે છે અને ઘણા લોકો આયુર્વેદિક પ્રકારોથી બ્લડ શુગર કંટ્રોલ કરવાની કોશિશ કરે છે. જોવા જઈએ તો ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે તમે આયુર્વેદિક દવાઓ અને ઘરેલૂ ઉપચારોને પણ અપનાવી શકો છો. આવો એક આયુર્વેદિક ઉપચાર છે કોથમીરનું પાણી.

કોથમીર આમ તો તમે શાકભાજીમાં મસાલા તરીકે ઉપયોગમાં લો છો. સૂકી કોથમીર પાચન માટે સારી છે જ્યારે લીલી કોથમીરનાં પાણીનાં ઉપયોગથી બ્લડ શુગર કંટ્રોલ કરી શકાય છે.  

કોથમીરનાં પાણીનું સેવન રહેશે ફાયદાકારક

આયુર્વેદ કહે છે કે સવારે ખાલી પેટ લીલી કોથમીરનાં પાણીથી ઘણી સમસ્યાઓથી છુટકારો મળે છે. ખાસકરીને બ્લડ શુગર તો કંટ્રોલમાં રહે જ છે. લીલી કોથમીરમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવાની ક્ષમતા હોય છે. લીલી કોથમીર બોડીમાંથી શુગરનાં સ્તરને ઓછું કરવામાં સહાયક બને છે અને તેના સેવનથી ઇન્સ્યુલિનની માત્રા વધવા લાગે છે. આ જ કારણે શરીરમાં શુગર હંમેશા કંટ્રોલમાં રહે છે. એટલા માટે કોથમીર ડાયાબિટીસનાં દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક રહે છે.

સાથે જ ધ્યાન રાખવું જોઈએ કે તમને જો બ્લડ શુગર લેવલ લો છે, તો કોથમીરનું પાણી ન લેવું જોઈએ, આમ કરવાથી બ્લડ શુગર લેવલ વધારે નીચે આવી જાય છે અને બીમારી વધી શકે છે.

આ સાથે જ વજન ઘટાડવા માટે પણ કોથમીરનાં પાણીનો કોઈ વિકલ્પ નથી. રોજ સવારે તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ ઝડપી બને છે અને વજન ઉતારવામાં મદદરૂપ બને છે. થાઈરોઈડનાં દર્દીઓ માટે કોથમીરનું પાણી અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.

કેવી રીતે તૈયાર કરવું કોથમીરનું પાણી?

  • લીલી કોથમીર લઇ આવો
  • તેને ધોઈને સાફ પત્તાઓ અલગ કરી લો અને બે ચમચી પાણી સાથે મિક્સરમાં પીસી લો.
  • હવે આ મિશ્રણને એક ગ્લાસ પાણીમાં લઈને તેને ઉકાળો.
  • થોડી વાર ઉકાળ્યા બાદ તેને ગ્લાસમાં લઇ લો.
  • હવે સ્વાદ અનુસાર, કાળું નમક અને લીંબુ નાંખીને પીવો.

કોથમીરનાં પાણીથી પાચન પણ સારું થાય છે. પરંતુ ધ્યાન રાખવું પડશે કે સામાન્ય રીતે બ્લડ શુગર તમને કેટલું રહે છે, તે જાણ્યા બાદ ડોક્ટરની સલાહથી જ સેવન કરો.

Gujaratnow2 min read

Related News