ઇઝરાયલના યરુશલમમાં બ્લાસ્ટ, એકનું મોત

ઇઝરાયલના યરુશલમમાં બ્લાસ્ટ, એકનું મોત

ઇઝરાયલના યરુશલમમાં બે બસ સ્ટેન્ડ પર બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં એક ટીનેજરનું મૃત્યુ થયું છે. 19થી વધુ લોકો ઘાયલ થયાની માહીતી છે. હાલમાં બ્લાસ્ટ​​​​​​​ ​​​​​​નું કારણ સામે નથી આવ્યું. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. મામલાની તપાસ થઇ રહી છે

એક પોલીસ અધિકારીએ કહ્યું- પહેલો બ્લાસ્ટ​​​​​​​ગિવટ શોલ બસ સ્ટોપમાં સવારે 7 વાગ્યાની આસપાસ થયો. અહીં એક વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું. 11 લોકો ઘાયલ થયા. પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન અનુસાર ઘટના સ્થળે એક બેગમાં બોમ્બ રાખવામાં આવ્યો હતો. બીજો ધમાકો 30 મિનિટ પછી રિમોટ જંક્શનની પાસે આશરો 7.30 વાગે થયો. બંને બ્લાસ્ટ​​​​​​​ 5 કિલોમીટરના અંતરમાં થયા હતા.

પોલીસનું કહેવું છે કે આ એક આતંકી હુમલો હોઇ શકે છે. એક અધિકારીએ કહ્યું કે આ હુમલો ફિલિસ્તાની હુમલો છે. જોકે હજુ સુધી કોઇ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. ઇઝરાયલ પોલીસ કમિશનર કોબી શબતાઇના કહેવા મુજબ બે લોકોએ હુમલો કર્યો છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow