બિટકોઇનને ઓળખ અપાવનાર ફિને સહિત 199ના મૃતદેહો નાઇટ્રોજન ટેન્કમાં રખાયા

બિટકોઇનને ઓળખ અપાવનાર ફિને સહિત 199ના મૃતદેહો નાઇટ્રોજન ટેન્કમાં રખાયા

પુનર્જન્મ વિશે તમે કદાચ માત્ર સાંભળ્યું હશે પરંતુ અમેરિકાની એક કંપનીએ તે અંગેની ટેક્નિક વિકસિત કરી હોવાનો દાવો કર્યો છે. વાસ્તવમાં, અમેરિકાના એરિઝોનામાં 199 લોકોના મૃતદેહો માત્ર એ જ આશામાં રખાયા છે કે ટેક્નિક વિકસિત થવા પર તેઓને બીમારીથી છુટકારો મળશે અને તેઓ ફરીથી જીવિત થશે.

પુનર્જન્મની આશામાં આ લોકોના મૃતદેહોને નાઇટ્રોજનથી ભરેલી ટેન્કમાં રાખવામાં આવ્યા છે. તેનું સંચાલન કરતી સંસ્થા એલ્કોર લાઇફ એક્સટેન્શન ફાઉન્ડેશન આ લોકોને દર્દી કહે છે. જેમનું મૃત્યુ કેન્સર, લકવા, એમિયોટ્રોફિક લેટરલ સ્લેરોસિસ (ALS) અથવા કોઇ અન્ય બીમારીને કારણે થયું છે. આ રીતથી સુરક્ષિત રખાયેલા મૃતદેહોને ક્રાયોપ્રિઝર્વ્ડ કહેવાય છે. આ દર્દીઓમાં સૌથી ઓછી ઉંમરની છે માથેરિન નાઓવારાતપોંગ. 2 વર્ષીય થાઇ બાળકીનું બ્રેન કેન્સરને કારણે 2015માં મોત થયું હતું. એલ્કોરના CEO મેક્સ મૂર જણાવે છે કે તેમનાં માતા-પિતા ડોક્ટર હતાં.

મગજની અનેક સર્જરી બાદ પણ બધું જ વ્યર્થ હતું તો તેઓએ સંપર્ક કર્યો. બિટકોઇનને ઓળખ અપાવનારા હલ ફિને પણ એલ્કોરના દર્દી છે. 2014માં લકવાથી મોત થયા બાદ તેમના મૃતદેહની અહીં જાળવણી થાય છે. કાયોપ્રિઝર્વેશનની પ્રક્રિયા ખૂબ જ અલગ છે. કોઇ માણસના કાનૂની રીતે મૃત્યુની જાહેરાત બાદ દર્દીના શરીરમાંથી રક્ત અને અન્ય પ્રવાહીનો નિકાલ કરાય છે. તેની જગ્યાએ ખાસ રસાયણ ભરાય છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow