કોરોનાથી ફેફસામાં મોટું ડેમેજ, 11 ટકા દર્દીઓમાં મળ્યો ઘા, સ્ટડીના ખુલાસાએ ચોંકાવ્યાં

કોરોનાથી ફેફસામાં મોટું ડેમેજ, 11 ટકા દર્દીઓમાં મળ્યો ઘા, સ્ટડીના ખુલાસાએ ચોંકાવ્યાં

વર્તમાનમાં પણ વિશ્વનાં કેટલાક દેશોમાં કોરોનાનાં કેસો સામે આવી રહ્યાં છે ત્યારે યૂએસએમાં થયેલ એક સ્ટડી કોરોના દર્દીઓનાં ફેફસાંંની સ્થિતિ કેટલી ખરાબ થાય છે તેના પર માહિતી આપે છે.

હાલમાં જ કોરોનાએ પીડિત જે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા જેવી સ્થિતિ ઊભી થઇ હતી તેવા દર્દીઓમાંથી આશરે 11% જેટલા લોકોનાં ફેફસાંં ડેમેજ થઇ ગયાં હતાં અને તેમાં ઘા દેખાઇ રહ્યાં હતાં. સ્ટડી અનુસાર આ ઇર્રિવસેબલ હોવાની સાથે જ સમયની સાથે વધુ ખરાબ થઇ શકવાની સંભાવના ધરાવે છે.

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ ધ્યાન રાખવું જરૂરી
કોવિડ-19નાં દર્દીઓને લઇને કરવામાં આવેલ સ્ટડી અમેરિકન જનરલ ઓફ રેસ્પિરેટરી એન્ડ ક્રિટિકલ કેર મેડિસિનમાં પબ્લિશ થઇ હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે દર્દીઓ જેમાં અલગ-અલગ સ્થિતિમાં ગંભીરતા જોવા મળી રહી હતી અને તેમાં ફાઇબ્રોટિક લંગ ડેમેજ જેને ઇંટરસ્ટિશિયલ લંગ રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમણે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાં પછી ફોલોઅપ કેરની અતિ આવશ્યકતા રહે છે.

શું હોય છે ઇંટરસ્ટિશિયલ લંગ રોગ
ઇંટરસ્ટિશિયલ લંગ રોગમાં ઘણાં પ્રકારની બિમારીઓ જોવા મળે છે જેમાં સામાન્યરીતે ફેફસાંંમાં ઘા પણ થાય છે.

તેમાં આઇડોપિથિક લંગ ફાઇબ્રોસિસ પણ છે. આ ઘા થવાથી દર્દીઓમાં શ્વાસ લેવાની તકલીફો વધી જાય છે. અને બ્લડસ્ટ્રીમથી ઓક્સિજન લેવામાં આવે છે. આઇડોપેથિક લંગ ફાઇબ્રોસિસનાં કારણે ફેફસાંંમાં થઇ રહેલાં ઘા ઇર્રિવસેબલ હોવાની સાથે જ સમયની સાથે વધુ ખરાબ થાય છે.

11% દર્દીઓને થાય છે આ રોગ
માગ્રેટ ટર્નર વારવિક સેન્ટર ફોર ફાઇબ્રોસિંગ લંગનો રોગ અને નેશનલ હાર્ટ એન્ડ લંગ ઇન્સ્ટીટ્યૂટ ઇંપિરિયલ કોલેજ લંડનનાં એડવાન્સ રિસર્ચર લાઇન સ્ટીવર્ટ કહે છે કે અમે એ અનુમાન લગાવ્યું છે કે હોસ્પિટલમાં ભરતી થનારાં દર્દીઓમાં લાંબા સમય સુધી શ્વાસ લેવામાં મુશ્કેલી અને શ્વાસ ફુલાવા જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે.

લાંબા સમય સુધી થઇ શકે છે મુશ્કેલી
આ સ્ટડીમાં સમાવિષ્ટ લાઇન સ્ટીવર્ટ કહે છે કે આ સ્ટડીમાં મોટી વાત સામે આવી છે કે જે દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થાય છે તેમાંથી કેટલાક દર્દીઓનાં ફેફસાંમાં ફાઇબ્રોટિક એન્બ્રોર્મલિટીઝ જોવા મળી શકે છે.  જો કે આ સ્ટડીમાં માર્ચ 2021માં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓ પરની સ્ટડી સમાવિષ્ટ છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow