ભારતમાં મોટો કોરોના બ્લાસ્ટ થતા અટકી ગયો, ટેસ્ટિંગમાં 11 પ્રકારના વેરિયન્ટ ઝડપાઈ ગયા

ભારતમાં મોટો કોરોના બ્લાસ્ટ થતા અટકી ગયો છે અને એરપોર્ટ પર ઈન્ટરનેશનલ પ્રવાસીઓના કોરોના ટેસ્ટના સરકારના નિર્ણયનું પરિણામ આવતું દેખાયું છે. 24 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી વિદેશથી આવેલા કુલ 19,227 પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરાયો હતો જેમાંથી 124 કોરોના પોઝિટીવ નીકળ્યાં હતા.

ભારતમાં કોરોના ન ફેલાય એટલે સરકારે છ દેશોમાંથી આવનાર લોકો માટે એરપોર્ટ પર કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે જેથી કરીને જો તેઓ બહારથી કોરોના લઈને આવેલા હોય તો તે ઝડપાઈ જાય અને તેનો વધુ ફેલાવો થતો અટકી જાય. 1 જાન્યુઆરથી 2023થી છ દેશોમાંથી આવનાર પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત થયો છે જે અનુસાર એરપોર્ટ પર પ્રવાસીઓનો ટેસ્ટ ચાલી રહ્યો છે. પરંતુ હવે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે.

ચિંતાનો વિષય બની શકે તેવા 11 કોવિડ વેરિયન્ટ મળ્યાં 24 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2022 સુધી એરપોર્ટ પર કરાયેલી ઈન્ટરનેશનલ પ્રવાસીઓના ટેસ્ટિંગમાં 11 પ્રકારના કોવિડ વેરિયન્ટ મળી આવ્યાં છે જે ચિંતાનો વિષય બની શકે છે.

19,227માંથી 124 પ્રવાસીઓ કોરોના પોઝિટીવ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે 24 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી વિદેશથી આવેલા કુલ 19,227 પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરાયો હતો જેમાંથી 124 કોરોના પોઝિટીવ નીકળ્યાં હતા.
40ના જીનોમ સિકવન્સિંગના રિઝલ્ટ મળ્યાં સૂત્રોએ જણાવ્યું હતું કે 124 પોઝિટવ સેમ્પલમાંથી 40 ના જીનોમ સિક્વન્સિંગ રિઝલ્ટ મળ્યાં છે જેમાંથી 14 સેમ્પલમાં XBB.1 સહિત XBB અને એક સેમ્પલમાં BF 7.4.1 વેરિયન્ટ મળ્યો છે.