બાઈડેન પછી હવે રાષ્ટ્રપતિ મેક્રોન પ્રાઈવેટ ડિનર હોસ્ટ કરશે

બાઈડેન પછી હવે રાષ્ટ્રપતિ મેક્રોન પ્રાઈવેટ ડિનર હોસ્ટ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ફ્રાંસના 2 દિવસના પ્રવાસે રવાના થયા છે. તેમને ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસ એટલે કે બેસ્ટિલ ડે પર મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત-ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદારીને 25 વર્ષ પૂર્ણ થયા છે. મોદી પહેલાં, 2009 માં મનમોહન સિંહ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા, જેમને બેસ્ટિલ ડે પર મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

ગુરુવારે ફ્રાન્સ પહોંચ્યા પછી PM પેરિસમાં લા સીએન મ્યુઝિકેલ ખાતે ડાયસ્પોરાને સંબોધિત કરશે. લા સીએન મ્યુઝિકેલ હાલમાં ભારતીય દૂતાવાસ અને સંસ્કૃતિ મંત્રાલય વતી 'નમસ્તે ફ્રાન્સ' ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયાનું આયોજન કરી રહ્યું છે. આ પછી, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મોદી માટે તેમના સત્તાવાર નિવાસસ્થાન એલસી પેલેસમાં પ્રાઈવેટ ડિનર હોસ્ટ કરશે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થશે.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow