બખરલા ગામે 2 માસની બાળકીને ભુવાએ ડામ દીધો

બખરલા ગામે 2 માસની બાળકીને ભુવાએ ડામ દીધો

પોરબંદરના બખરલા ગામ નજીક વાડી વિસ્તારમાં રહેતી 2 માસની બાળકીને ભુવાએ ડામ દીધો હતો. બાળકીને શ્વાસ વધી જતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. સાસુના કહેવાથી માતા બીમાર બાળકીને ભુવા પાસે લઈ ગઈ હતી.

માતા બાળકીને ડુંગરા વિસ્તારમાં એક ભુવા પાસે લઈ ગઈ
પોરબંદરના બખરલા ગામ નજીક વાડી વિસ્તારમાં રહેતા એક પરિવારની 2 માસની દીકરીને બે દિવસથી શરદી, કફ, શ્વાસ ભરાણી થઈ હતી આથી તરીખ 8 ફેબ્રુઆરીના રોજ આ બાળકીની માતા તેના સાસુના કહેવાથી બાળકીને ડુંગરા વિસ્તારમાં એક ભુવા પાસે લઈ ગઈ હતી.

ભુવાએ માસૂમ બાળકીને છાતી વચ્ચે ડામ દીધો

જ્યાં ભુવાએ લોખંડનો ઝીણો સળિયો ગરમ કરી આ માસૂમ બાળકીને છાતી વચ્ચે ડામ દીધો હતો. બાદ આ બાળકીની તબિયત લથડી હતી. અને શ્વાસ વધી જતા તેને તા. 9 ના રોજ આદિત્યાણા ગામે ડોકટર પાસે લઈ ગયા હતા. જ્યાં બાળકીની સ્થિતિ ગંભીર જણાતા ત્યાંના ડોક્ટરે તુરંત 108 મારફત બાળકી અને માતાને પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હાલ આ બાળકી ઓકસીજન પર આઇસીયુમાં દાખલ છે.

બાળકીના વાલીએ વર્ણવી આપવી'તી
બાળકીના વાલીએ જણાવ્યું હતું કે, ત્રણ દિકરા બાદ દિકરી જન્મે તે માટે માનતા કરી હતી. અને માનતા ફળી છે. બાળકી તંદુરસ્ત હતી પરંતુ કોઈની નજર લાગી ગઈ હતી. જેથી બાળકીને ભરાણી થઈ હતી. સાસુએ કહ્યું હતું કે, ભુવા પાસે ડામ દેવા લઇજા એટલે સારું થઈ જશે. પતિ લગ્નમાં હતા જેથી બાળકીને લઈને પોતે ભુવા પાસે લઈ ગઈ હતી.

જ્યાં ભુવાએ લોખંડનો સળિયો ગરમ કરી ડામ દીધો હતો. ખબર નહિ કેમ બાળકીને ડામ દીધા પછી પણ સારું થવાને બદલે વધુ બીમાર પડી ગઈ. બાળકીના પિતાને જાણ થતા તેઓ ખિજાઈ ગયા હતા. અને હોસ્પિટલે લઈ જવા માટે કહ્યું હતું. ડામ દીધા બાદ વાડી વિસ્તારના લોકો સાજા થઈ જતા હતા. સસરા પણ બીમાર પડે એટલે ડામ લઈ આવે છે. ધાટી પડી હોય કે પોલિયો હોય તેના અન્ય ભુવા ડામ આપતા હોય છે.

સમયસર સારવાર મળતા જીવ બચ્યો : ડોકટર
2 માસની બાળકીને જ્યારે સિવિલ હોસ્પિટલમાં લાવ્યા ત્યારે બાળકીને દાઝી જવાનું નિશાન છાતી પર જોયું. બાળકી રડતી હતી અને શ્વાસ વધી ગયો હતો. ઓકસીજન ઘટી ગયો હતો. તે સમયે ઓક્સિજન લેવલ 60 થી 65 હતું. જેથી આઇસીયુમાં દાખલ કરી સારવાર ચાલુ કરી છે. ડામ આપવાની વાત સાંભળી અમે ચોંકી ઉઠ્યા હતા. ડામ દેવાની અંધશ્રદ્ધામાં પડવું જોઈએ નહિ. સારું થયું કે બાળકીને હોસ્પિટલ લાવ્યા. આથી સમયસર સારવાર મળતા તેનો જીવ બચી ગયો. - ડો. જય બદિયાણી, સિવીલ હોસ્પિટલ, પોરબંદર

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow