ભૂપેન્દ્ર પટેલે CMO ઓફિસમાં વિધિવત રીતે સંભાળ્યો પદભાર, જુઓ અન્ય મંત્રીઓ કેટલા વાગ્યે કાર્યભાર સંભાળશે

ભૂપેન્દ્ર પટેલે CMO ઓફિસમાં વિધિવત રીતે સંભાળ્યો પદભાર, જુઓ અન્ય મંત્રીઓ કેટલા વાગ્યે કાર્યભાર સંભાળશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ચુકી છે. ભાજપે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે. ગઈકાલે શપથવિધિ સમારોહ પૂર્ણ થઇ ચુક્યો છે. ભૂપેન્દ્ર પટેલની સાથે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા છે. સાથે જ નવા મંત્રીમંડળના સભ્યોને ખાતાઓની વહેંચણી પણ કરવામાં આવી દીધી છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યભાર સંભાળી લીધો છે. CM ભૂપેન્દ્ર પટેલે આજે સવારે 10.30 કલાકે પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. તેમની સાથે જ કુંવરજી બાવળિયાએ પણ કાર્યભાર સંભાળી લીધો છે.

આ દિગ્ગજો આજે સંભાળશે કાર્યભાર
ગાંધીનગર  સ્વર્ણિમ સંકુલ 1 ખાતે ખાતે મંત્રી ઋષિકેષ પટેલ બપોરે 12.15 કલાકે પોતાનો કાર્યભાર સંભાળશે. જગદીશ વિશ્વક્રર્મા સવારે 11.30 કલાકે પોતાનો કાર્યભાર સંભાળશે. તેઓ જગદીશ વિશ્વકર્મા સ્વર્ણિમ સંકુલ 2 ખાતે પોતાનો કાર્યભાર સંભાળશે. સ્વર્ણિમ સંકુલ 1 ખાતે બળવંતસિંહ રાજપૂત સવારે 11.30 કલાકે પોતાનો કાર્યભાર સંભાળશે. સિનિયર મંત્રી કનુભાઈ દેસાઈ સ્વર્ણિંમ સંકુલ 1 ખાતે પોતાનો કાર્યભાર સંભાળશે.

મંત્રીઓને ફાળવી દેવાયા છે ખાતા
ગઈકાલે શપથવિધી બાદ નવા મંત્રીમંડળની પહેલીવાર બેઠક યોજાઈ હતી. જેમાં તેમને વિવિધ ખાતાઓની વહેચણી કરવામાં આવી હતી. ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને બનાવ્યા છે, જ્યારે બળવંતસિંહ રાજપૂતને ઉદ્યોગ મંત્રી તરીકેને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે કુબેર ડિંડોરને પ્રા.શિક્ષણ, આદિજાતિ મંત્રાલય અપાયું છે. જ્યારે રાઘવજી પટેલને ફરી કૃષિ વિભાગ સોંપાયું છે.

કેબિનેટ મંત્રીમાં કોને ક્યું ખાતું આપ્યો, જુઓ લિસ્ટ

ક્રમ નામ ક્યું ખાતું અપાયું
1 કનુ દેસાઈ નાણા અને ઉર્જા
2

ભાનુબેન બાબરીયા

સામાજિક અને અધિકારિકિ્તા
3 કુબેર ડિંડોર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગની જવાબદારી
4

બળવંતસિંહ રાજપૂત

ઉદ્યોગ મંત્રાલય
5 ઋષિકેશ પટેલ આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગ 
6 રાઘવજી પટેલ કૃષિ અને પશુપાલન
7 મૂળુભાઈ બેરા પ્રવાસ અને વન પર્યાવરણ
8 કુંવરજી બાવળિયા પાણી પુરવઠા

રાજ્યકક્ષાના મંત્રીમાં કોને ક્યું ખાતું આપ્યો, જુઓ લિસ્ટ

ક્રમ મંત્રી નામ રાજ્યકક્ષાના મંત્રી જીતેલ બેઠક
1 જગદીશ પંચાલ* સહકાર અને મીઠા ઉદ્યોગ અને છાપકામ નિકોલ
2 હર્ષ સંઘવી* ગૃહ અને રમત ગમત મજૂરા
3 ભીખુસિંહ પરમાર ન્યાય અને અધીકારિતા, નાગરિક પુરવઠા ખાતુ મોડાસા
4 બચુ ખાબડ પંચાયત અને કૃર્ષિ દેવગઢબારિયા
5 પ્રફુલ પાનસેરીયા પ્રાથમિક અને પૌર્ઢ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ કામરેજ
6 મુકેશ પટેલ વન પર્યાવરણ અને પાણી પુરવઠા ઓલપાડ
7 કુંવરજી હળપતિ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ તેમજ આદિજાતિ વિકાસ માંડવી- ST-18
8 પરસોત્તમ સોલંકી મત્સ્ય અને પશુપાલન વિભાગ ભાવનગર ગ્રામ્ય

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow