ભીંડા જ નહીં, એનું પાણી પણ ફાયદાકારક

ભીંડા જ નહીં, એનું પાણી પણ ફાયદાકારક
ભીંડાના પાણીથી બ્લડશુગર લેવલને કંટ્રોલમાં રહે છે

ભીંડા સ્વાસ્થ્ય માટે બેહદ ફાયદાકારક છે. ભીંડા સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે પોષકતત્ત્વોથી પણ ભરપૂર હોય છે. ભીંડામાં વિટામિન એ, બી, સી, ડી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફોરસ અને આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે, જેનાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. ફક્ત ભીંડા જ નહીં, પરંતુ એનું પાણી પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આવો... જાણીએ કેવી રીતે ભીંડાનું પાણી અને એને પીવાના ફાયદાઓ. ભીંડાનું પાણી પીવાના ફાયદા વિશે જણાવી રહ્યા છે ડાયટિશિયન સ્વાતિ બિશ્નોઇ.

જે લોકોને વજન વધવાની અને કબજિયાતની સમસ્યા છે તે લોકો માટે ભીંડા અને એનું પાણી ફાયદાકારક છે. આવો... જાણીએ ભીંડાનું પાણી પીવાના ફાયદા...

કોલેસ્ટેરોલ કંટ્રોલ થાય છે

કોલેસ્ટેરોલ વધવાથી હાર્ટ-એટેકનું જોખમ પણ વધી જાય છે, તેથી એને કંટ્રોલ કરવું જરૂરી છે. કોલેસ્ટેરોલ કંટ્રોલ કરવા માટે ભીંડાને ફાયદાકારક માનવામાં આવે છે, ભીંડામાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. એ કોલેસ્ટેરોલને ઓછું કરવામાં મદદ કરે છે.

હાર્ટને રાખે હેલ્ધી

ભીંડા જ નહીં, પરંતુ એનું પાણી પીવાથી પણ હાર્ટ હેલ્ધી રહે છે છે. ભીંડામાં રહેલા પેક્ટિન કોલેસ્ટેરોલને ઘટાડવામાં મદદ કરે છે. ભીંડામાં રહેલું ફાઇબર બ્લડમાં કોલેસ્ટેરોલના લેવલને કંટ્રોલ કરે છે. શરીરમાં ખરાબ કોલેસ્ટેરોલનું પ્રમાણ ઓછું થવાને કારણે હાર્ટની સમસ્યા દૂર થાય છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક

ડાયાબિટીસના દર્દીઓ જો ભીંડાનું પાણી પીએ છે તો ફાયદાકારક છે. ભીંડાના પાણીથી બ્લડશુગર લેવલને કંટ્રોલમાં રહે છે.

રોગપ્રતિકારક શક્તિ વધે

ભીંડામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે, એ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે. જે લોકોને બદલાતી ઋતુમાં શરદી, ઉધરસ, તાવની સમસ્યા હોય તેમને અઠવાડિયામાં 1-2 વાર ભીંડાનું પાણી પીવું જોઈએ.

પાચનક્રિયા મજબૂત થાય

જે લોકોને પાચનસંબંધી સમસ્યા હોય તો ખાલી પેટે ભીંડાના પાણીનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. ભીંડાના પાણીમાં ફાઈબર ભરપૂર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

આંખનું તેજ વધારે

ભીંડામાં વિટામિન એ અને બીટા કેરોટrન હોય છે, જે આંખોની રોશની વધારવાનું કામ કરે છે. આંખોની રોશની વધારવા માટે નિયમિતપણે ભીંડાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

કબજિયાત દૂર થાય

ભીંડાના પાણીમાં ફાઈબર હોવાથી એ પાચનસંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ભીંડાના પાણીમાં ફાઈબરની માત્રા વધુ હોવાને કારણે એ પેટને સાફ કરવામાં અસરકારક છે, જેથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

સ્કિન માટે ફાયદાકારક

ભીંડાના પાણીથી સ્કિનને પણ અનેક ફાયદો થાય છે. ભીંડાનું પાણી એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોવાથી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ખાલી પેટે ભીંડાના પાણીનું સેવન કરવાથી સ્કિન ચમકે છે

વજન કંટ્રોલ કરવામાં ફાયદાકારક

જે લોકોએ વજન કંટ્રોલ કરવું હોય તેમણે ભીંડાનું પાણી અચૂક પીવું જોઈએ. ભીંડાના પાણીથી વજન ઘટે છે, આ સાથે જ સ્થૂળતા કંટ્રોલ થાય છે.

ભીંડાનું પાણી આ સમયે પીવું જોઈએ

હંમેશા ભીંડાનું પાણી જમવાના અડધા કલાક પહેલાં પીવું જોઈએ. ભોજન કરતાં પહેલાં ભીંડાના પાણીનું સેવન કરવાથી શરીરમાં તમામ ફાયદા મળે છે. જે મહિલા પ્રેગ્નન્ટ હોય અથવા તો બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય તો તેમણે ભીંડાનું પાણી પીતાં પહેલાં ડૉક્ટર અથવા ડાયટિશિયનની સલાહ અચૂક લેવી જોઈએ. જે લોકોને ભીંડાની એલર્જી હોય તેમને ભીંડાનું પાણી ન પીવાની સલાહ આપવામાં આવે છે.

આ રીતે બનાવી શકાય છે ભીંડાનું પાણી

ભીંડીનું પાણી બનાવવા માટે 8થી 10 ભીંડાને વચ્ચેથી કાપીને 2 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો.

જ્યારે ભીંડાને આખી રાત પાણીમાં પલાળીને રાખો, ત્યારે શીંગમાંથી બાકીનો રસ નિચોવીને પાણીમાં મિક્સ કરો.

ભીંડાનું પાણી તૈયાર છે. આ સિવાય ભીંડાને પાણીમાં ઉકાળીને પણ બનાવી શકાય છે.

ભીંડાનું પાણી બનાવવા માટે 2 ગ્લાસ પાણી ગરમ કરો.

આ પાણીમાં વચ્ચેથી 10થી 15 ભીંડાને કાપીને મૂકો.

ભીંડાને પાણી સાથે 2થી 3 મિનિટ સુધી ઊકળવા દો.

જ્યારે ભીંડાનો બધો જ્યૂસ પાણીમાં નીકળી જાય તો એને ગ્લાસમાં ગાળી લો.

પીવા માટે તૈયાર છે ભીંડીનું પાણી

આ વાતનું ધ્યાન રાખો

ખાલી પેટે ભીંડાનું પાણી ન પીવું જોઈએ, જો ખાલી પેટે પાણી પીવામાં આવે તો નુકસાનકારક સાબિત થઇ શકે છે. જમવાના અડધા કલાક પહેલાં જ પાણી પીવું જોઈએ. જે લોકોને ભીંડાની એલર્જી હોય તેમણે ભીંડાનું પાણી ન પીવું જોઈએ.

ડિસ્ક્લેમર : આ લેખ સામાન્ય જાણકારી માટે છે. વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી.

Read more

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની ટીકાનો જવાબ આપ્

By Gujaratnow
એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટે

By Gujaratnow
નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

શનિવારે સેન્ટ્રલ લંડનમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને 'યુનાઇટ ધ કિંગડમ' નામ આપવામાં આવ્યું હતું, જેનું ને

By Gujaratnow