ભરશિયાળે વરસાદની આગાહી: ગુજરાતનાં આ જિલ્લાઓમાં 28 પછી પડી શકે માવઠું, ખેડૂતોનું વધ્યું ટેન્શન

ભરશિયાળે વરસાદની આગાહી: ગુજરાતનાં આ જિલ્લાઓમાં 28 પછી પડી શકે માવઠું, ખેડૂતોનું વધ્યું ટેન્શન

ગુજરાતમાં ઠંડીના માહોલ વચ્ચે હવે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, આગામી 24 કલાક દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેશે.

હવામાન વિભાગની મોટી આગાહી
રાજ્યમાં ઠંડીનું સામ્રાજ્ય જામ્યું છે. ઠંડીના કહેરથી શાળાએ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વહેલી સવારે વોકિંગ કરવા કે રનિંગ માટે નીકળતા સ્વાસ્થ્યપ્રેમીઓની સંખ્યા ઘટી છે. અંગોને કંપાવતી ઠંડીનો આ રાઉન્ડ લાંબો ચાલતાં લોકો મનોમન અકળાયા છે. હવે ક્યારે આ રાઉન્ડ પૂરો થશે એવી ચર્ચાઓ પણ લોકો આપસમાં કરી રહ્યા છે. આ તરફ હવે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે.

કમોસમી વરસાદ/ માવઠાની શક્યતાને લઇ ખેડુતો આટલી કાળજી રાખવી
જીરાનો પાક કમોસમી વારસાદ/ માવઠા તેમજ વાદળછાયા અને ભેજવાળા હવામાન પ્રત્યે ખુબ જ સંવેદનશીલ હોય, ચરમી (કાળીયો)ના રોગથી પ્રભાવિત થઈ શકે છે. જીરૂના પાકને આ રોગથી બચાવવા આવા સમયે પિયત અને ખાતર આપવાનુ ટાળવું જોઇએ તથા રોગની રાહ જોયા સિવાય મેન્કોઝેબ 75% વેટેબલ પાવડર 30 ગ્રામ તથા 25 મિલિ તેલીયા સાબુનું સંતૃપ્ત દ્રાવણ 10 લીટર પાણીમાં ભેળવીને છોડ પૂરેપૂરો ભીંજાય એ રીતે છંટકાવ કરવો. વરસાદ પડ્યા બાદ છંટકાવ કરવો અતિ આવશ્યક છે.  



બટાટા વાવતા ખેડૂતો આ કાળજી રાખવી
બટાટા વાવતા ખેડૂતોએ પણ આ સમય દરમ્યાન પિયત આપવાનું ટાળી ભલામણ કરેલ દવા ક્લોરોથેલોનીલ 75% વે.પા. 27 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ 5% ઇસી 5 મિલિ 10 લિટર પાણીમાં મિક્ષ કરીને છંટકાવ કરવો. જેથી આગોતરા/ પાછોતરા સુકારાના રોગથી બટાટાના પાકને બચાવી શકાય.  કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેડૂત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow