ભારતમાં રશિયન મહિલા બાળક સાથે ગુમ

ભારતમાં રશિયન મહિલા બાળક સાથે ગુમ

કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેના ભારતીય પતિ સાથે બાળકોની કસ્ટડીના વિવાદમાં ફસાયેલી એક રશિયન મહિલા ગેરકાયદેસર રીતે ભારતથી રશિયા ભાગી ગઈ છે. આ કેસની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.

એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું હતું કે- 7 જુલાઈથી ગુમ થયેલી મહિલા પહેલા બિહાર ગઈ હતી, ત્યાંથી તે નેપાળ પહોંચી હતી. ત્યારબાદ તે ફ્લાઇટ દ્વારા UAEના શારજાહ ગઈ હતી અને પછી ત્યાંથી રશિયા ગઈ હતી.

ASGએ કહ્યું કે અમારી પાસે મહિલાનો બોર્ડિંગ પાસ છે. તપાસ ચાલુ હોવાથી અમે નેપાળ એરલાઇન્સ તરફથી પુષ્ટિની રાહ જોઈ રહ્યા છીએ. તેની ટ્રાવેલિંગ હિસ્ટ્રી વિશે માહિતી એકત્રિત કરવા માટે થોડો વધુ સમય જરૂરી છે.

Read more

રાજકોટનાં રેસકોર્સ સ્નાનાગાર ખાતે 500 કરતા વધુ તરવૈયાઓ ઉમટી પડ્યા, તમામને પ્રમાણપત્ર અપાશે

રાજકોટનાં રેસકોર્સ સ્નાનાગાર ખાતે 500 કરતા વધુ તરવૈયાઓ ઉમટી પડ્યા, તમામને પ્રમાણપત્ર અપાશે

ગુજરાત સરકારના "રમશે ગુજરાત, જીતશે ગુજરાત" અભિયાન અંતર્ગત રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વિમિંગ એસોસિએશન અને લોકમાન્ય તિલક સ્નાનાગારના કર્

By Gujaratnow