ભારતે કહ્યું- રશિયન ઓઈલની ખરીદી બંધ કરવા અમેરિકી દબાણ નહીં

ભારતીય વિદેશ મંત્રાલયે એવા અહેવાલોને ફગાવી દીધા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે અમેરિકાના દબાણ હેઠળ રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરી દીધું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે: ભારત બજારમાં શું છે અને વિશ્વની પરિસ્થિતિના આધારે નિર્ણયો લે છે.
હકીકતમાં, કેટલાક મીડિયા અહેવાલોમાં તાજેતરમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતની સરકારી ઓઈલ રિફાઇનરીઓએ ગયા અઠવાડિયે રશિયન ઓઈલ ખરીદવાનું બંધ કરી દીધું હતું, કારણ કે યુએસ પ્રમુખ ટ્રમ્પે ભારતને મોસ્કો પાસેથી ઓઈલ ન ખરીદવા ચેતવણી આપી હતી.