ભારત સામે વ્હાઇટ બોલ સિરીઝ માટે સા. આફ્રિકાની ટીમ જાહેર
સાઉથ આફ્રિકાએ ભારત સામેની ODI અને T20I સિરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. ટેસ્ટ કેપ્ટન ટેમ્બા બાવુમા ODIમાં પણ ટીમનું નેતૃત્વ કરશે. એડન માર્કરમ T20I ફોર્મેટમાં ટીમનું નેતૃત્વ કરશે. ત્રણ ODI અને પાંચ T20I મેચની આ સિરીઝ 30 નવેમ્બરથી શરૂ થશે.
પહેલી વન-ડે રાંચીમાં રમાશે સાઉથ આફ્રિકાએ ઓટનીલ બાર્ટમેન, મેથ્યુ બ્રેટ્ઝકી, નાન્દ્રે બર્ગર, ક્વિન્ટન ડી કોક, પ્રણેલન સુબ્રાયન અને રૂબિન હરમનને વન-ડે ટીમમાં સામેલ કર્યા છે. આ ખેલાડીઓ વર્તમાન ટેસ્ટ સિરીઝનો ભાગ નથી. ત્રણ ODI મેચ રાંચી, રાયપુર અને વિશાખાપટ્ટનમમાં રમાશે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી લગભગ 10 મહિના પછી ભારતમાં ફરી એકવાર રમતમાં આવશે. તેઓ છેલ્લે ઘરેલુ મેદાન પર ઇંગ્લેન્ડ સામેની ODI સિરીઝમાં રમ્યા હતા. દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી, તેઓ ગયા મહિને ઓસ્ટ્રેલિયા સિરીઝમાં પાછા ફર્યા હતા.