ભારત પાકિસ્તાની વિમાન માટે એરસ્પેસ ખોલવા તૈયાર

ભારત પાકિસ્તાની વિમાન માટે એરસ્પેસ ખોલવા તૈયાર

ભારતે વાવાઝોડા દિત્વાહથી પ્રભાવિત શ્રીલંકા માટે રાહત સામગ્રી લઈ જઈ રહેલી પાકિસ્તાનની ઓવરફ્લાઈટને તેના એરસ્પેસમાંથી પસાર થવાની મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી માત્ર 4 કલાકની અંદર આપવામાં આવી હતી.

ઓવરફ્લાઈટ એટલે, જ્યારે કોઈ વિદેશી વિમાન કોઈ દેશની સરહદ ઉપરથી પસાર થાય છે, પરંતુ ત્યાં લેન્ડ કરતું નથી, ત્યારે તેને ઓવરફ્લાઈટ કહેવાય છે.

સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને સોમવારે બપોરે લગભગ 1 વાગ્યે ભારતીય એરસ્પેસ ઉપરથી ઉડાન ભરવા માટે વિનંતી કરી હતી.

પાકિસ્તાને 1 ડિસેમ્બરે જ ઓવરફ્લાઈટની પરવાનગી માંગી હતી. તેનો હેતુ શ્રીલંકાને માનવીય મદદ આપવાનો જણાવવામાં આવ્યો હતો. આને ધ્યાનમાં રાખીને ભારતે ખૂબ જ ઝડપથી વિનંતી પર પ્રક્રિયા કરી.

આ દરમિયાન સોમવારે સાંજે 5.30 વાગ્યે સત્તાવાર ચેનલો દ્વારા પાકિસ્તાની વિમાનને ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની પરવાનગી આપવામાં આવી. આની જાણકારી પાકિસ્તાન સરકારને આપી દેવામાં આવી.

નોંધનીય છે કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. આના કારણે પહેલા પાકિસ્તાને, પછી ભારતે એકબીજાના વિમાનો માટે પોતાનો એરસ્પેસ બંધ કરી દીધી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow