ભારત-ઇંગ્લેન્ડની ચોથી ટેસ્ટ ડ્રો

ભારત-ઇંગ્લેન્ડની ચોથી ટેસ્ટ ડ્રો

ટીમ ઈન્ડિયાએ બીજી ઇનિંગમાં 143 ઓવર બેટિંગ કરીને માન્ચેસ્ટર ટેસ્ટને હારમાંથી ડ્રોમાં ફેરવી દીધી. ટીમ તરફથી શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે સદી ફટકારી. કેએલ રાહુલે 90 રનની ઇનિંગ રમી. ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ભારતે પહેલી ઇનિંગમાં 358 અને ઇંગ્લેન્ડે 669 રન બનાવ્યા. ભારતે બીજી ઇનિંગમાં 4 વિકેટ ગુમાવીને 425 રન બનાવ્યા અને મેચ ડ્રો કરી.

એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ચોથી ટેસ્ટ ડ્રો થઈ હોવા છતાં, ઇંગ્લેન્ડ સિરિઝમાં 2-1થી આગળ છે. સિરિઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ 31 જુલાઈથી લંડનના ઓવલ સ્ટેડિયમ ખાતે રમાશે. જો ઇંગ્લેન્ડ અહીં જીતશે, તો ટીમ સિરિઝ જીતશે, જ્યારે જો ભારત જીતશે, તો ટીમ અહીં સતત બીજી ટેસ્ટ સિરિઝ ડ્રો કરશે.

ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે 150, બેન સ્ટોક્સે 141, બેન ડકેટે 94, જેક ક્રાઉલીએ 84 અને ઓલી પોપે 71 રન બનાવ્યા હતા. સ્ટોક્સે 5 વિકેટ અને જોફ્રા આર્ચરે 3 વિકેટ લીધી હતી. ભારત તરફથી પહેલી ઇનિંગમાં સાઈ સુદર્શને 61, યશસ્વી જયસ્વાલે 58 અને રિષભ પંતે 54 રન બનાવ્યા હતા.

કેપ્ટન શુભમન ગિલે આ સિરીઝમાં પોતાની ચોથી સદી ફટકારી છે. તેણે એક શ્રેણીમાં સૌથી વધુ સદી ફટકારનારા કેપ્ટનોની યાદીમાં સર ડોન બ્રેડમેન અને સુનીલ ગાવસ્કરના 4-4 સદીના રેકોર્ડની બરાબરી કરી છે.

Read more

રાજકોટ વિશ્વમાં 10 લાખમાંથી એકને થતી લિવરની બીમારી

રાજકોટ વિશ્વમાં 10 લાખમાંથી એકને થતી લિવરની બીમારી

રાજકોટ જિલ્લાના જસદણના આટકોટ સ્થિત કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક બાળકને વિશ્વના 10 લાખમાંથી કોઈ એક બાળકને થતી અત્યંત દુ

By Gujaratnow
થિયેટરમાં સૈયારા જોતા જોતા બિયર ગટગટાવ્યું

થિયેટરમાં સૈયારા જોતા જોતા બિયર ગટગટાવ્યું

રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતી વધુ એક ઘટના સામે આવી છે, જેમાં શહેરની રાજેશ્રી ટોકીઝમાં સૈયારા મુવી જોવા ગયેલા બે યુવાનો બિયરના ટીન સા

By Gujaratnow