ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજી જળમગ્ન

ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજી જળમગ્ન

હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. યાત્રાધામ અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો, જે બપોર બાદ ધોધમાર વરસાદમાં ફેરવાયો હતો. હાલ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહા મેળો ચાલી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી રહ્યા છે. ત્યારે ભક્તિના ઘોડાપૂર વચ્ચે શ્રદ્ધાનો અખૂટ સાગરમાં ભક્તોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વરસાદી માહોલમાં ઘૂટણસમા પાણીમાં પણ અંબાજી આવી રહ્યા છે. ત્યારે જુદાજુદા આઠ દૃશ્યોમાં જોઈ લો અંબાજીના વરસાદ વચ્ચે શ્રદ્ધાનો મહાસાગર. ત્યારે જુઓ વરસાદી માહોલમાં ભક્તિના ઘોડાપૂરના વીડિયોઝ.

ભારે વરસાદના કારણે અંબાજી અને આસપાસના વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં ભક્તો ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થઈને દર્શનાર્થે જતા જોવા મળ્યા. અંબાજીના માર્ગો પર વરસાદી પાણી નદીની જેમ વહેતા જોવા મળ્યા, જેનાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

Read more

યુવા સેના ટ્રસ્ટે 23 હજારથી વધુ લોકોને ફિઝિયોથેરાપીની સારવાર આપી

યુવા સેના ટ્રસ્ટે 23 હજારથી વધુ લોકોને ફિઝિયોથેરાપીની સારવાર આપી

તા.8 સપ્ટેમ્બરના દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ રૂપે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા માટેનું મુખ્ય હેતુ જનસમૂહમાં ફિઝિયોથેરાપી

By Gujaratnow
ભાજપના સાંસદોની વર્કશોપમાં મોદી પાછળ બેઠા

ભાજપના સાંસદોની વર્કશોપમાં મોદી પાછળ બેઠા

રવિવારથી ભાજપના સાંસદોની બે દિવસીય વર્કશોપ શરૂ થઈ હતી. પીએમ મોદીએ પણ તેમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેઓ હોલમાં છેલ્લી હરોળમાં બેઠા હતા. ફોટો શેર

By Gujaratnow