હેક થયેલા ઇન્સ્ટાગ્રામથી સાવધાન! નહીં તો ઊભી થશે અનેક મુશ્કેલી, જાણો કઇ રીતે રિકવર કરી શકશો અકાઉન્ટ

હેક થયેલા ઇન્સ્ટાગ્રામથી સાવધાન! નહીં તો ઊભી થશે અનેક મુશ્કેલી, જાણો કઇ રીતે રિકવર કરી શકશો અકાઉન્ટ

તમારે ઈન્સ્ટાગ્રામમાં પોતાનો પાસવર્ડ બદલી નાખવો જોઈએ

નાના વીડિયો પોસ્ટ કરવાથી લઇને સ્ટોરી અપલોડ કરવા અને હવે લાઈવ સ્ટ્રીમ સુધી ઈન્સ્ટાએ લાંબો સમય કાપ્યો છે. જેની આ લોકપ્રિયતા તેને હેકર્સનો શિકાર પણ બનાવે છે. ઘણા યુઝર્સ વર્ષોથી આ પ્રકારના હુમલાનો શિકાર થઇ રહ્યાં છે અને ઘણા લોકોએ તેને કારણે પોતાના એકાઉન્ટનુ એક્સેસ ગુમાવી દીધુ છે. હેકર્સ તમારા આઈજી પ્રોફાઈલને પણ નવુ સ્વરૂપ આપી શકે છે, જેમકે તમારી બાયો અને પ્રોફાઈલ પિક્ચરને બદલવી અને ત્યાં સુધી કે ડીએમમાં પોતાના મિત્રો અને ફૉલોઅર્સને બલ્ક સ્પેમ પણ કરી શકે છે.

તો સમજી લો કે તમારું એકાઉન્ટ છેતરપિંડીનો શિકાર થયુ છે

જો કોઈ અન્ય ડિવાઈસના માધ્યમથી પોતાના ખાતામાં અપરિચિત લોગ ઈનની નોટીફિકેશન મળે છે તો સમજી લો કે તમારું એકાઉન્ટ છેતરપિંડીનો શિકાર થયુ છે. એવામાં તમારે તાત્કાલિક ઈન્સ્ટાગ્રામ પર જવુ જોઈએ અને નિર્ધારિત સમયમાં પોતાનો પાસવર્ડ બદલી નાખવો જોઈએ. પાસવર્ડ ચેન્જ કરવાની સાથે-સાથે અને કઈ પદ્ધતિથી તમે એકાઉન્ટ રિકવર કરી શકો છો.‌

પાસવર્ડ ચેન્જ કરો

પોતાના મોબાઈલ ફોન પર ઈન્સ્ટાગ્રામ એપ ખોલો.
નીચે જમણી બાજુએ પ્રોફાઈલ ટેબ પર જાઓ.
હવે ઉપર જમણા ખૂણામાં મેન્યુ પસંદ કરો અને સેટિંગ પર ટેપ કરો.
સેટીંગ્સમાં સિક્યોરિટી પર જાઓ.
અહીં પહેલુ ઓપ્શન પાસવર્ડ છે, તેને પસંદ કરો.
હવે પોતાનો વર્તમાન પાસવર્ડ અને સાથે નવો પાસવર્ડ બે વખત નોંધો.
પ્રક્રિયા પૂરી થયા બાદ ટૉપ રાઈટમાં ચેકમાર્ક બટન દબાવો. તમારું કામ પુરૂ થયુ.

એક્ટિવ સેશનમાંથી બહાર નિકળો

પોતાના મોબાઈલ પર ઈન્સ્ટાગ્રામ એપ ખોલો.
સૌથી નીચે જમણા ખૂણામાં પોતાનુ પ્રોફાઈલ ટેબ પર ટેપ કરો.
હવે ઉપર જમણા ખૂણામાં મેન્યુ પસંદ કરો.
અહીંથી સેટીંગમાં જાઓ અને સિક્યોરિટીને પસંદ કરો.
હવે લૉગિન એક્ટિવિટી ટેપ કરો.
અહીંથી તમે આ બધી ડિવાઈસને જોઇ શકો છો, જેમાં તમારું ખાતુ લૉગ ઈન કરવામાં આવ્યું છે.
પોતાના એકાઉન્ટને હેકર્સથી સુરક્ષિત કરવા માટે કોઈ પણ અજાણી ડિવાઈસને ત્યાંથી હટાવી દો.

Read more

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

રાજકોટમાં ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. જે ઘટનાના દોઢ વર્ષમાં જ તમામ 15 આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે. ટીઆરપી ગે

By Gujaratnow
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર 'લાલો' ફિલ્મનું પ્રમોશન

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર 'લાલો' ફિલ્મનું પ્રમોશન

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ગઈકાલે (2 ડિસેમ્બર) લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન થયેલી અફરાતફરી મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ક્રિ

By Gujaratnow
દાંતામાં કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ

દાંતામાં કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ

કોંગ્રેસની જન આક્રોશ યાત્રા બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પહોચી હતી. જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસના દાંતા-અમીરગઢના ધારાસભ્ય કાંતિ ખરાડી

By Gujaratnow