બેદરકારી કરી શકે છે બીમાર
હવામાનમાં એકાએક પલટો તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે, બહારની ઠંડી-ગરમ વસ્તુઓ ખાવાનું ટાળો
સવારના પહોરમાં ઠંડી હવા, બપોરના કાળઝાળ ગરમી અને સાંજ પડતા-પડતા વરસાદનો માહોલ ને ફરી રાતના અંધારા સાથે ઠંડી આ પ્રકારનું વાતાવરણ કોઈની પણ તબિયત બગાડી શકે. વાતાવરણમાં એકાએક અજુગતા ફેરફાર આવી રહ્યા છે કયાંક વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક ગરમીનો કહેર વરસી રહ્યો છે. આ પ્રકારના વાતાવરણમાં સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી ખૂબ જ જરુરી છે. આ પ્રકારના વાતાવરણમાં બાળકોનું સ્વાસ્થ્ય એકાએક કથળી જાય છે. ડૉ. સુબાસ રાય પાસેથી જાણીએ કે, આ પ્રકારના વાતાવરણમાં કેવી રીતે પોતાની જાતને બીમારીથી સુરક્ષિત રાખવા.