સુપરજાયન્ટ્સને 18 રનથી હરાવ્યું

સુપરજાયન્ટ્સને 18 રનથી હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર( RCB)ની વચ્ચે લીગ સ્ટેજની મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે લખનઉ સુપર જાયન્ટ્સને 18 રને હરાવ્યું હતું. લખનઉને 127 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેની સામે ટીમ 19.5 ઓવરમાં જ 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી સૌથી વધુ કૃષ્ણપ્પા ગૌતમે 13 બોલમાં 23 રન બનાવ્યા હતા. આ પછી સેકન્ડ હાઇએસ્ટ રન સ્કોરર અમિત મિશ્રાએ 30 બોલમાં 19 રન કર્યા હતા. બેંગલોર તરફથી જોશ હેઝલવુડ અને કર્ણ શર્માને 2-2 વિકેટ મળી હતી. જ્યારે મોહમ્મદ સિરાજ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ અને ગ્લેન મેક્સવેલે 1-1 વિકેટ લીધી હતી.

એકાના સ્ટેડિયમમાં મુશ્કેલ પિચ પર 127 રનના નાના ટાર્ગેટને ચેઝ કરતા લખનઉની શરૂઆત ખરાબ રહી હતી. પહેલી જ ઓવરમાં મોહમ્મદ સિરાજે કાઇલ મેયર્સને આઉટ કર્યો હતો. આયુષ બદોની અને કૃણાલ પંડ્યા થોડી ઓવર બચી ગયા હતા, પરંતુ ચોથી ઓવરમાં ગ્લેન મેક્સવેલે પંડ્યાને પેવેલિયન મોકલી દીધો હતો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow