ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું, રાહુલે સિક્સ ફટકારીને જીત અપાવી

ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું, રાહુલે સિક્સ ફટકારીને જીત અપાવી

ટીમ ઈન્ડિયા વન-ડે વર્લ્ડ કપ 2023માં પોતાની શરૂઆત જીત સાથે કરી છે. ટીમે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી તેની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને ભારતને 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચેઝ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. રોહિત શર્મા, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર ઝીરોમાં આઉટ થઈ ગયા હતા.

આ પછી વિરાટ કોહલી અને કેએલ રાહુલે 165 રનની ભાગીદારી કરીને ભારતની જીત સુનિશ્ચિત કરી હતી. વિરાટે 85 રન અને રાહુલે 97 રન બનાવ્યા હતા. રાહુલે છગ્ગો ફટકારીને ભારતને 6 વિકેટે જીત અપાવી હતી.

કોહલી અને રાહુલે ખરાબ શરૂઆત પછી ઇનિંગ સંભાળી
ચેન્નઈની મુશ્કેલ પિચ પર 200 રનના ટાર્ગેટના જવાબમાં ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ભારતે માત્ર 2 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર ઈશાન કિશન, રોહિત શર્મા અને નંબર-4 બેટર શ્રેયસ અય્યર ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયા હતા. અહીંથી વિરાટ કોહલી અને કેએલ રાહુલે ચોથી વિકેટ માટે 165 રનની ભાગીદારી કરી અને ભારતને જીત તરફ દોરી ગયા હતા..

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow