ઇટાલીમાં રીંછની ગોળી મારીને હત્યા

ઇટાલીમાં રીંછની ગોળી મારીને હત્યા

ઇટાલીમાં સાન બેનેડેટ્ટો નેશનલ પાર્ક નજીક એક વ્યક્તિએ માર્સિકન રીંછની લુપ્ત પ્રજાતિના રીંછની ગોળી મારીને હત્યા કરી નાખી. ઇટાલીમાં રીંછનો શિકાર કાનૂની ગુનો છે. ઈટાલી પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રીંછને ગોળી મારનાર વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે રીંછ તેની ખાનગી મિલકતમાં ઘૂસી ગયું હતું. આ જોઈને તે ડરી ગયો અને ગોળીબાર કર્યો.

આ અઠવાડિયાની શરૂઆતમાં, અમરેના તેના બે બચ્ચા સાથે સાન સેબેસ્ટિયાનો ડેઇ માર્સીમાં ચાલતું જોવા મળ્યું હતું. જ્યારે તેને ગોળી વાગી ત્યારે તે તેના બે બચ્ચા સાથે હતું.

જે રીંછને ગોળી વાગી હતી તેનું નામ અમરેના હતું. રીંછની આ પ્રજાતિ લુપ્ત થવાના આરે છે. બ્લેક ચેરીને અમરેના કહેવામાં આવે છે. જે રીંછના પ્રિય ખોરાકમાંથી એક છે. આથી પ્રેમથી અમરેના નામ આપવામાં આવ્યું.

ઇટાલીના પર્યાવરણ મંત્રી અને સ્થાનિક લોકોની સાથે પશુ કાર્યકરોએ રીંછની હત્યા પર નિરાશા વ્યક્ત કરી છે. ઈટાલીના નેશનલ પાર્ક ઓફ અબ્રુઝો, લેઝિયો અને મોલિસે આ હત્યાની નિંદા કરતા કહ્યું- અમરેના શાંત સ્વભાવનું હતું, તેણે ક્યારેય કોઈ માનવી માટે સમસ્યા ઊભી કરી ન હતી, તેથી આ ઘટનાને યોગ્ય ઠેરવી શકાય નહીં.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow