આખી રાત ઊંઘ્યા પછી પણ દિવસે સુવાની ઈચ્છા થતી હોય તો ચેતજો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વધુ પડતી ઊંઘ(Excessive sleep) આવવી એ એક બીમારી હોય શકે છે. આ બીમારીને હાયપરસોમનીયા(Hypersomnia)ના નામથી ઓળખવામાં આવે છે. આ એક સ્લીપિંગ ડિસઓર્ડર(Sleeping disorder) છે.

જેમાં, વ્યક્તિને આખા સમય ફક્ત ઊંઘ જ આવતી હોય છે જે તેમની રોજ દરરોજની જિંદગીને પણ નુકશાન પહોંચાડે છે. આ સમસ્યા ખાસ કરીને જે વ્યક્તિ કોઈપણ જાતનો નશો કરતી હોય, વધુ પડતી ચિંતા કરતી હોય અને હતાશ રહેતી હોય તેવી વ્યક્તિમાં જોવા મળે છે.

8-9 કલાકની ઊંઘ પછી પણ ઊંઘ ન આવતી હોય તો મુશ્કેલી
રિપોર્ટ અનુસાર, જો રાતના 8 થી 9 કલાકની ઊંઘ પણ તમારા માટે ઓછી પડે એટલે કે જો તમને રાતે ઊંઘ્યા પછી આખો દિવસ ઊંઘ આવે છે. તો આ વાતની અવગણના કરશો નહીં. કારણ કે આ એક મોટી સમસ્યા હોઈ શકે છે. જેમ આપણાં શરીર માટે ખોરાક અને પાણી જેટલું જરૂરી છે. તેવી જ રીતે પૂરતી ઊંઘ પણ આપણા શરીર માટે જરૂરી છે.

સાત કલાકની ઊંઘ શરીર માટે પૂરતી
પૂરતી ઊંઘ લેવાથી આપનું સ્વાસ્થ્ય સારું રહે છે અને, માણસના શરીરને સારું રાખવા માટે અને સારી રીતે કામ કરવા માટે ઓછામાં ઓછા સાત કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ.

પરંતુ કેટલીક વ્યક્તિ એવી હોય છે જેને , ઊંઘ ના આવની સમસ્યા હોય છે તો કેટલીક વ્યક્તિ એવી હોય છે જેને, રાત્રે ઊંઘ્યા પછી પણ આખો દિવસ ફક્ત ઊંઘ જ આવતી હોય છે. આ બંને બાબતો આપણાં સ્વાસ્થ્ય માટે સારી નથી.

આ બીમારી દૂર કરવાના પાંચ ઉપાય
(1) ઊંઘવાની આદત સુધારો : હર એક માણસને રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ . સારી ઊંઘ મેળવવા માટે પોતાની ઊંઘવાની આદતમાં સુધારો કરવો જોઈએ .

ઊંઘતા પહેલા ટીવી,લેપટોપ અને સ્માર્ટ ફોનથી દૂર રહવું જોઈએ.
(2) પોષણયુક્ત આહાર લેવો : નિયમત રીતે પોષણયુક્ત આહાર લેવાથી મનુષ્યને યોગ્ય પ્રોટીન, વિટામિન્સ અને કાર્બોહાઇડ્રેટ્સ મળતા રહે છે. પોષક તત્વથી ભરપૂર ખોરાકનું ગ્રહણ કરવાથી પાછાં ક્રિયા અને શરીરને યોગ્ય ઉર્જા મળતી રહે છે. કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર ખોરાકની શરીર પર ખાંડ અને કેફીનની સમાન અસર થાય છે.

તેથી ધ્યાન રાખો કે તમારે સૂતા પહેલા એવું કંઈપણ ન ખાવું જોઈએ જે તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડે.
(3) શરીરને હાઇડ્રેડ રાખવું : શરીરને હાઇડ્રેડ રાખવા માટે દિવસમાં યોગ્ય બને એટલું પાણી પીવું જોઈએ. શરીરમાં પાણીની કમી થવાથી તે તમારા શરીરની ઉર્જામાં ઘટાડો તથા તમારા શરીરને નબળું બનાવે છે. આથી, જેમ બને એમ વધારે પાણી પીવું જોઈએ.

(4) નિયમિત પણે કસરત કરવી : રોજે કસરત કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે તથા તમારા શરીરને તંદુરસ્ત રાખે છે અને તણાવને દૂર કરે છે. સવારે વહેલા કસરત કરવાથી રાત્રે સારી ઊંઘ આવે છે.

(5) તણાવ અને ચિંતાને દૂર કરો : તણાવ એ તમારી ઊંઘ ના આવવાનું કારણ હોય શકે છે. તણાવને દૂર કરવા માટે તમે યોગા અને મેડિટેશનનો સહારો લઈ શકો છો. આ તણાવ અને ચિંતા દૂર થવાથી તમને સારી ઊંઘ મળશે.