ચેતજો! કારમાં CNG હોય ત્યારે ભૂલથી પણ ન કરતાં આવી ભૂલ, સીધું જ જીવનું જોખમ

ચેતજો! કારમાં CNG હોય ત્યારે ભૂલથી પણ ન કરતાં આવી ભૂલ, સીધું જ જીવનું જોખમ

કારમાં સીએનજી કિટ લગાવી છે તો આ બાબતોનુ રાખજો ખાસ ધ્યાન

સીએનજી કારનો ઉપયોગ કરતા જો તમે બેદરકારી દાખવો છો તો આ તમારા માટે જોખમ સાબિત થઇ શકે છે. તમારે ઘણી બધી વસ્તુઓનુ ધ્યાન રાખવાનુ હોય છે. જો કારમાં સીએનજી કિટ લગાવેલી હોય તો અમુક વાતને લઇને સાવધાન રહેવાની જરૂર હોય છે. એવામાં આવો તમને જણાવીએ કે તમારે કઈ ભૂલોથી બચવાનુ છે.

રેગ્યુલર ટેસ્ટિંગ ન કરાવવાની ભૂલ

રેગ્યુલર ટેસ્ટિંગ ન કરાવવાની ભૂલથી બચવુ જોઈએ. કારની સીએનજી કિટની દર વર્ષે કોઈ અધિકૃત સર્વિસ સેન્ટર પર ટેસ્ટિંગ અવશ્ય કરાવો. જેના પરથી ખબર પડશે કે ક્યાય કોઈ તોડફોડના કારણે કોઈ પણ પ્રકારનુ લીક તો થઇ રહ્યું નથી ને. સમય પર સર્વિસ કરાવો અથવા થઇ શકે તો સર્વિસનો સમય આવતા થોડી પહેલા સર્વિસ કરાવી નાખો. એર ફિલ્ટર, ફિલ્ટર કાર્ટેજ અને લો-પ્રેશર ફિલ્ટરને ચોખ્ખુ રાખો.

સ્પાર્ક પ્લગને ઈગ્નોર કરવાની ભૂલ

સ્પાર્ક પ્લગને ઈગ્નોર કરવાની ભૂલ ન કરો. સીએનજી કારના સ્પાર્ક પ્લગની નિયમિત તપાસ કરાવતા રહો અને તેને ચોખ્ખો રાખો. જરૂર પડે તો તેને બદલાવી નાખો. કારણકે આ જલ્દી ખરાબ થાય છે. થ્રોટલ બોડી અને પોતાના સીએનજી સિસ્ટમના અન્ય ભાગની પણ તપાસ સમય પ્રમાણે કરાવતા રહો. જેનાથી આ નક્કી થશે કે કિટના બધા પાર્ટ સારી સ્થિતિમાં છે.

સીએનજી ટેન્ક ટેસ્ટ કરાવવાનુ ના ભૂલો

સીએનજી ટેન્ક ટેસ્ટ કરાવવાનુ ના ભૂલો. કોઈ અધિકૃત સર્વિસ સેન્ટર પર પોતાના સીએનજી ટેન્કનો રેગ્યુલર ટેસ્ટ કરાવો. આ ઉપરાંત જાતે પણ સમય પ્રમાણે ટેન્ક પર નજર રાખો. જો કોઈ ક્ષતિ, કાટ અથવા તિરાડ દેખાય તો ટેન્કને બદલાવી નાખો. ટેન્કના વાલવને પણ ચેક કરતા રહો. ટેન્કને વધુ ન ભરશો. ગરમીમાં બે-તૃતિયાંશ ક્ષમતા સુધી ભરો. તેનો એક્સપાયરી ડેટ બાદ ઉપયોગ ના કરશો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow