રિક્ષાવાળા જોડે ભાડાંની માથાકૂટ કરતાં પહેલા ચેતજો! અમદાવાદના નિકોલમાં હૈયું કંપાવે તેવી ઘટના

રિક્ષાવાળા જોડે ભાડાંની માથાકૂટ કરતાં પહેલા ચેતજો! અમદાવાદના નિકોલમાં હૈયું કંપાવે તેવી ઘટના

રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા માટે પોલીસ કડક વલણ અપનાવી રહી છે છતાં પણ અસામાજિક તત્વો બેફામ બનતા હોય તેવું જણાઈ રહ્યું છે. વર્તમાન સમયમાં માણસની માનસિક્તા બદલાતી હોય તેમ નાની નાની બાબતમાં વિકૃત હરકત કરી લે છે અને નજીવી બાબતે કોઈના પર હુમલો કરવો તો જાણે સામાન્ય જ બની ગયો તેવું જણાઈ રહ્યું છે. અમદાવાદના નિકોલમાં રિક્ષા ચાલકે યુવક પર હુમલો કર્યોનું જાણવા મળ્યું છે.

નિકોલમાં રિક્ષા ચાલકે યુવક પર કર્યો હુમલો
અમદાવાદમાં રિક્ષા ચાલકે એક યુવક પર હુમલો કર્યો છે. સમગ્ર ઘટના આવી છે કે, રિક્ષા ચાલક અને મુસાફર સવાર વૃદ્ધ વચ્ચે ભાડા બાબતે બોલાચાલી થઈ જે બાદ રિક્ષા ચાલકે વૃદ્ધને ભાડાની બાબતે જ મારામારી કરી હતી. તે વૃદ્ધને બચાવવા માટે યુવક ગયો હતો અને આ બધી ઘટના વચ્ચે તે રિક્ષા ચાલકે યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો છે. રિક્ષા ચાલકોની મનમાની સૌ કોઈ જાણે છે પરંતુ આવી ભાંડાની સામાન્ય બાબતે હુમલો કરવો તે એક મોટી બાબત છે. રિક્ષાવાળા જોડે ભાડાંની માથાકૂટ કરતાં પહેલા ચેતજો!

રિક્ષા ચાલકે યુવકને મારી નાખવાની આપી ધમકી
રીક્ષા ચાલકે યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો છે જે બાદમાં તે રિક્ષા ચાલકે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. જે સમગ્ર ઘટના બાબતે નિકોલ પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Read more

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તે

By Gujaratnow
ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow