મોર્નિંગ વૉક પર જતાં પહેલા ચેતવું! અમદાવાદમાં વહેલી સવારે લૂંટતા બે કુખ્યાત લૂંટારા ઝડપાયા, 10થી વધુ ગુનામાં સામેલ

મોર્નિંગ વૉક પર જતાં પહેલા ચેતવું! અમદાવાદમાં વહેલી સવારે લૂંટતા બે કુખ્યાત લૂંટારા ઝડપાયા, 10થી વધુ ગુનામાં સામેલ

અમદાવાદના નરોડામાં રાહદારીઓને લૂંટી લેતા લૂંટારાઓની પોલીસે ધરપકડ કરી છે. જેની તપાસમાં કુલદીપ ઉર્ફે બોબી પરમાર અને રૂપેશ રાઠોડ નામના લૂંટારૂઓ પોતાની એક્સેસ ગાડી લઈને લૂંટ કરવા માટે નીકળતા હતા અને એકલા જતાં રાહદારીઓને છરીની અણીએ લૂંટ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે નરોડા અને સરદારનગર વિસ્તારમાં થયેલી લૂંટના પગલે CCTVના આધારે વોચ ગોઠવીને બંને લૂંટારૂને ઝડપી પાડ્યા હતા જેના પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવીને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.

આરોપીઓ છરીની અણીએ લુટ ચલાવતા હતા

આરોપી કુલદીપ ઉર્ફે બોબી પરમાર અને રૂપેશ રાઠોડ છે આ બંને આરોપીઓ મજૂરી કરે છે પરંતુ વહેલી સવારે લુંટારુ બનીને રાહદારીઓને ટાર્ગેટ કરે છે. ઘટનાની વિગત નરોડા વિસ્તારમાં એક રાહદારી પાસેથી આ બંને લૂંટારો દ્વારા લૂટ ચલાવવામાં આવી હતી. આરોપીઓ એકલા નીકળતા તેનો લાભ લઈને તેની નજીક જઈ છરીની અણીએ લુટ ચલાવતા હતા. આ પ્રકારે અમદાવાદના નરોડા વિસ્તારમાં બે જેટલા ગુનાનો ભેદ પોલીસે ઉકેલીને બન્ને આરોપીની ધરપકડ કરી છે.

બન્ને આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા

આરોપી કુલદીપ ઉર્ફે બોબી પરમાર કુખ્યાત આરોપી છે તેની વિરુદ્ધ અગાઉ નરોડા અને સરદાર નગરમાં લૂંટના 10 જેટલા ગુના નોંધાયા હતા. આ બન્ને આરોપીએ નરોડા અને સરદારનગર વિસ્તારમાં આંતક મચાવ્યો હતો. જેથી પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીની ઓળખ કરીને વોચ ગોઠવીને બંન્ને આરોપીને ઝડપી લીધા. ત્યારબાદ નરોડા પોલીસે બન્ને આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવીને લૂંટનો મુદામાલ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી.

Read more

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તે

By Gujaratnow
ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow