કોફી, જ્યૂસ અથવા દહી સાથે કરો છો દિવસની શરુઆત તો ધ્યાન રાખજો, ખાલી પેટ આ વસ્તુઓ કરશે નુકસાન

કોફી, જ્યૂસ અથવા દહી સાથે કરો છો દિવસની શરુઆત તો ધ્યાન રાખજો, ખાલી પેટ આ વસ્તુઓ કરશે નુકસાન

Foods To Avoid Empty Stomach: સવારની શરૂઆત ચાની ચૂસકી સાથે કરવું તમામ લોકોને પસંદ હોય છે.   ચા પીધા બાદ લોકો નાસ્તો કરે છે. પૌવા, સમોસા, આમલેટ, ફ્રુટ જ્યુસ જેવી વસ્તુઓ ખાવામાં આવે છે. પરંતુ સવારે ખાલી પેટ કંઈપણ ખાતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરુરી છે કારણ કે કેટલીક એવી વસ્તુઓ છે જેને ખાલી પેટ ખાવાથી બચવું જોઈએ   નહી તો સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ મુજબ   ખાલી પેટે ઘણી વસ્તુઓ ખાવાથી આંતરડાને નુકસાન પહોંચી શકે છે.  તેથી જ્યારે પણ તમે સવારે ઉઠો ત્યારે ઓછામાં ઓછા 2 કલાક બાદ નાસ્તો કરવાનો પ્રયાસ કરો. આવો જાણીએ કઈ વસ્તુઓને ખાલી પેટ ન ખાવી જોઈએ.

કોફી
ઘણા લોકો દિવસની શરૂઆત કોફીથી કરે છે પરંતુ ખાલી પેટ કોફી પીવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. તેનાથી પાચન તંત્રમાં હાઇડ્રોક્લોરિક એસિડના સ્ત્રાવ ઉત્તેજિત થાય છે. જે પેટની સમસ્યા બની શકે છે.

મસાલાદાર જમવાનું
સવારે ખાલી પેટે મસાલેદાર જમવાનું ક્યારેય ન ખાવુ જોઈએ. તેનાથી પેટમાં બળતરા થઈ શકે છે. એસિડિક રિએક્શન અને પેટમાં ખેંચ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. મસાલેદાર ખોરાક પણ અપચો વધારી શકે છે. સવારના નાસ્તામાં સમોસા, કચોરી, પકોડી જેવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

દહીં
દહીં ખાવાનું ઘણા લોકોને પસંદ હોય છે. તેમાં લેક્ટિક એસિડ હોય છે. જો ખાલી પેટે દહીંનું સેવન કરવામાં આવે તો તે પેટમાં એસિડિટીનું સ્તર બગડી શકે છે. દૂધમાંથી બનેલી કોઈપણ વસ્તુનું સેવન ખાલી પેટે કરવાનું ટાળવું જોઈએ   કારણ કે તેમાં રહેલું લેક્ટિક એસિડ પેટમાં રહેલા સારા બેક્ટેરિયાને મારી નાખે છે અને એસિડિટી જેવી સમસ્યા શરૂ થાય છે.

જ્યૂસ
મોટાભાગના લોકો દિવસની શરૂઆત જ્યૂસથી કરે છે.  તેમને લાગે છે કે જ્યૂસ ખૂબ જ સારુ છે, પરંતુ એવું બિલકુલ નથી. હેલ્થ એક્સપર્ટ અનુસાર દિવસની શરૂઆત ક્યારેય ફળોના રસથી ન કરવી જોઈએ. આ સ્વાદુપિંડ પર વધારે ભાર પડે છે.  જે તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. ખાલી પેટે જ્યૂસ પીવાથી ફ્રુક્ટોઝના રૂપમાં ફળોમાં રહેલી સુગરને કારણે લીવર પર વધુ દબાણ આવે છે.

કાચા શાકભાજી
સવારે ઉઠીને ક્યારેય ખાલી પેટે કાચા શાકભાજી કે સલાડ ન ખાઓ. હેલ્થ એક્સપર્ટ મુજબ  કાચા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. ખાલી પેટે ખાવાથી પેટ પર વધારાનો ભાર પડે છે. તેનાથી પેટ ફૂલવું અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ખાટા ફળો
ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ જ્યારે તેને યોગ્ય સમયે ખાવામાં આવે તો તે ફાયદાકારક છે.  ખાટા ફળો ક્યારેય ખાલી પેટે ભૂલથી પણ ન ખાવા જોઈએ.  આ એસિડના ઉત્પાદનમાં વધારો કરી શકે છે અને પાચન તંત્રને ખરાબ કરી શકે છે. ફળોમાં મળતા વધારાના ફાઈબર અને ફ્રક્ટોઝ પેટને બીમાર કરી શકે છે. એટલા માટે જામફળ અને નારંગી જેવા ખાટા અને રેસાવાળા ફળો ક્યારેય સવારે ન ખાવા જોઈએ

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow