ફ્રીઝમાં લાંબા સમય સુધી ખોરાક સ્ટોરેજ રાખવાની આદત હોય તો સાવધાન! જાણો ક્યાં સુધી સંગ્રહ કરવું હિતાવહ

ફ્રીઝમાં લાંબા સમય સુધી ખોરાક સ્ટોરેજ રાખવાની આદત હોય તો સાવધાન! જાણો ક્યાં સુધી સંગ્રહ કરવું હિતાવહ

આજકાલ વ્યસ્ત લાઈફસ્ટાઈલના કારણે લોકો માટે દરરોજ તાજુ ભોજન બનાવવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. આ કારણે લોકો એક વખતમાં વધારે માત્રામાં ભોજન બનાવી લે છે અને ત્યાર બાદ તેનો ઉપયોગ કરવા માટે રેફ્રિજરેટરમાં તેને સ્ટોર કરી દે છે.

પરંતુ હેલ્ધ એક્સપર્ટ રાંધેલા ભોજનને વધારે સમય સુધી ફ્રીઝમાં ન રાખવાની સલાહ આપે છે. ફ્રિઝમાં લાંબા સમય સુધી સ્ટોર કરેલા ભોજનના શું નુકસાન છે અને તેને કેટલા સમય સુધી સ્ટોર કરી શકાય છે આવો જાણીએ.

શું કહે છે એક્સપર્ટ
આ સવાલનો જવાબ આપતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કૃષ અશોક કહે છે, "લોકોની વચ્ચે એવી ખોટી માન્યતા છે કે રેફ્રિજરેટ કરવામાં આવે એટલે ભોજનના પોષક તત્વો જતા રહે છે. પરંતુ ભોજનના ઘણા પોષક તત્વો ભોજન રાંધતી વખતે જ નષ્ટ થઈ જાય છે."

ફ્રિઝમાં ભોજન સ્ટોર કરવું કેટલું યોગ્ય?
કૃષ અશોક, જે મોટાભાગે આ પ્રકારના મુદ્દાઓ પર બનેલી ધારણાઓને તોડવા માટે વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે તેમણે આગળ કહ્યું, "પાણીમાં ભળીજાય તેવા વિટામિન સૌથી અસ્થિર અને સરળતાથી નષ્ટ પામે તેવા પોષક તત્વો હોય છે પરંતુ તેનું મોટાભાગે નુકસાન ભોજન રાંધતી વખતે જ થઈ જાય છે. રેફ્રિજરેશન વખતે નહીં, હકીકતે હીટ જ વિટામિનોને નષ્ટ કરે છે. ઠંડક નહીં. એક એરટાઈટ કન્ટેનરમાં રાંધેલું ભોજન ઓછામાં ઓછા બેથી ત્રણ દિવસ અને ઘણા કેસોમાં એક સપ્તાહ સુધી ચાલી શકે છે. "

અમુક ફૂડ્સ જલ્દી થઈ જાય છે ખરાબ
તેમણે આગળ જણાવ્યું, "જોકે અમુક અપવાદ પણ હોય છે. સાદા રાંધેલા/ બાફેલા ભાતમાં ક્યારેક ક્યારેક એવા બેક્ટેરિયા પેદા થઈ જાય છે જે ઓછા તાપમાનમાં પણ વધારે સરવાઈવ કરી જાય છે. તેના માટે એક-બે દિવસની અંદર જ તેનું સેવન કરવું યોગ્ય છે. તે ઉપરાંત ભારતીય ભોજનમાં મસાલા, નમકીન અને ખટાશ હોય છે જેના કારણે તે પોતાની જાતે જ ફ્રીઝના અનુકુળ થઈ જાય છે."

આ ફૂડ્સને ન કરો વધારે સ્ટોર
ફ્રિઝમાં સ્ટોર કરવાથી સમયની બચત થાય છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે કેટલું સુરક્ષિત છે આ સવાલનો જવાબ આપતા પોષણ નિષ્ણાંત કહે છે કે માંસ, પ્રોલ્ટ્રી, માછલી, ડેરી ઉત્પાદન અને ઈંડા જેવી જલ્દી ખરાબ થતા ખાદ્ય પદાર્થોને રેફ્રિજરેટરમાં રાખવા જોઈએ અને તેને થોડા દિવસોથી લઈને થોડા અઠવાડિયાઓની અંદર ઉપયોગ પણ કરવો જોઈએ જ્યારે જલ્દી ખરાબ થતા ખાદ્ય પદાર્થ જેવા કે રોટલી, ફળ અને શાકભાજીને વધારે સમય સુધી સ્ટોર કરી શકાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow