હાથમાં કાળી ઘડિયાળ કે દોરો બાંધ્યો હોય તો ચેતજો! આ રાશિના જાતકોને થાય છે મોટું નુકસાન

હાથમાં કાળી ઘડિયાળ કે દોરો બાંધ્યો હોય તો ચેતજો! આ રાશિના જાતકોને થાય છે મોટું નુકસાન

હાથ, પગ કે ગળામાં કાળો દોરો પહેરવાના ઘણા ફાયદા છે અને એ વિશે અઆપણે ઘણું સાંભળ્યું પણ હશે કે કાળો દોરો ખરાબ નજરથી રક્ષણ આપે છે.

આ સાથે જ જ્યોતિષ શાસ્ત્રમાં કાળો દોરો પહેરવા વિશે અનેક ઉપાયો અને યુક્તિઓ પણ બતાવવામાં આવી છે. આ બધા સાથે જ્યોતિષશાસ્ત્રમાં અલગ-અલગ રાશિના લોકો પર તેની પડતી અલગ-અલગ અસર વિશે પણ ઘણું જણાવવામાં આવ્યું છે.

આપણે બધા જાણીએ છીએ કે કાળો રંગમો સીધો સંબંધ શનિ સાથે છે અને એટલા માટે જ હાથ-પગ અથવા શરીરના કોઈપણ ભાગમાં કાળો દોરો કે કાળી ઘડિયાળ પહેરવાથીએ વ્યક્તીના જીવન પર તેની ઘણી અસર થાય છે. આ અસર શુભ કે અશુભ હોઈ શકે છે.

એવામાં આજકાલ લગભગ દરેક વ્યક્તિ હાથમાં બ્લેક બેન્ડ અથવા બ્લેક સ્માર્ટ ઘડિયાળ પહેરીને ફરતો જોવા મળે છે. એટલા માટે ખાસ એ જાણવું જરૂરી છે કે આ કાળા રંગનો બેન્ડ કે ઘડિયાળ શું સાચે ફળદાયી છે કે નહીં?

હાથમાં કાળો રંગ પહેરવાના ફાયદા અને નુકસાન
જણાવી દઈએ કે હાથમાં કાળો દોરો કે ઘડિયાળ પહેરવાથી વ્યક્તીને લાભની સાથે સાથે નુકસાન પણ થાય છે. એવામાં ઘણા લોકો અભિમંત્રિત કરીને કાળો દોરો પહેરે છે અને તેની જીવન પર મોટી અસર પડે છે.

ઘણી વખત આવો કાળો દોરો નકારાત્મક શક્તિઓ અને મુશ્કેલીઓથી બચાવે છે અને જો કુંડળીના ગ્રહો અને નક્ષત્રોનો સાથ મળે તો આવો કાળો દોરો ઘણો કમાલ બતાવી શકે છે. શનિદેવની કૃપાથી વ્યક્તિને ખૂબ જ માન-સન્માન, કીર્તિ, ધન પ્રાપ્ત થાય છે અને સ્વાસ્થ્ય સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓથી રાહત મળે છે.

જો કે બીજી તરફ કાળો દોરો પહેરવાથી કેટલાક લોકોને ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12 રાશિમાંથી 2 રાશિવાળા લોકોએ કાળો દોરો પહેરવાનું ટાળવું જોઈએ. આ સાથે જ આજકાલ લોકો કાળા રંગની સ્માર્ટ ઘડિયાળ અથવા સ્માર્ટ બેન્ડ પહેરે છે તો આ બે રાશિના લોકોએ તે પણ ન પહેરવી જોઈએ. આ લોકોએ તેમની રાશિ પ્રમાણે સ્માર્ટ વોચ અથવા બેન્ડનો રંગ પસંદ કરવો જોઈએ.

આ રાશિના જાતકોએ ન પહેરવો જોઈએ કાળો દોરો, સ્માર્ટ ઘડિયાળ કે બેન્ડ
મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિનો સ્વામી મંગળ હોય છે અને મંગળને શનિ સાથે દુશ્મનીની ભાવના છે. એટલા માટે કાળો રંગ શનિ સાથે સંબંધિત હોવાથી મેષ રાશિના લોકો માટે કાળા રંગનો ઉપયોગ નુકસાનકારક છે. આ રાશિના લોકોએ હાથમાં કાળા રંગની ઘડિયાળ, બેન્ડ કે દોરો પહેરવાનું ટાળવું જોઈએ.

વૃશ્ચિક
મેષ રાશિની જેમ વૃશ્ચિક રાશિનો સ્વામી પણ મંગળ છે. આ કારણથી આ રાશિના લોકો માટે શનિની ખરાબ નજરથી દૂર રહેવું જરૂરી છે. આ લોકોએ ભૂલથી પણ હાથ કે પગમાં કાળો દોરો ન પહેરવો જોઈએ.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow