24 કલાક કામ-કામ કરતા હોવ તો સાવધાન!, નહીં તો ઘરથી ઑફિસના ચક્કરમાં બનશો આ ગંભીર બીમારીના ભોગ

24 કલાક કામ-કામ કરતા હોવ તો સાવધાન!, નહીં તો ઘરથી ઑફિસના ચક્કરમાં બનશો આ ગંભીર બીમારીના ભોગ

શું તમારો એવા લોકોમાં સમાવેશ થાય છે, જે ઓફિસથી ઘરે તો આવી જાય છે પરંતું સાથે સાથે કામ પણ લઈને આવે છે. ઘરે પણ તેમનુ મગજ માં કામ જ ચાલતું હોય છે. કામનું પ્રેશર તેમના પર જોવા મળે છે?  જો હા તો તમારે સાવધાન થઈ જવાની જરુર છે. આરોગ્ય નિષ્ણાંતોના મતે દિવસભર કામ વિશે વિચારવું અને વધુ પડતી ચિંતા કરવી તે તમારે શરીર પર ખૂબ જ ખરાબ અસર કરી શકે છે. તેમજ તમારા સ્વાસ્થ્યને ભારે નુકશાન પહોચાડી શકે છે. જેનાથી તમારી કામ કરવાની કાર્યક્ષમતા ઓછી થાય છે. સાથે સાથે તમે તણાવ, ચિંતા અને હતાશા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે કેટલીક ટિપ્સનો ઉપયોગ કરી શકીએ છીએ.

વ્યસ્ત શિડ્યુલમાંથી થોડો બ્રેક લઈ ફ્રેશ થાઓ
ઘણા કલાકો સુધી કામ કર્યા પછી તણાવ અનુભવવો સામાન્ય છે. આવી સ્થિતિમાં તેનાથી બચવા માટે, વ્યસ્ત શિડ્યુલમાંથી તમારા માટે થોડો સમય કાઢો અને થોડો બ્રેક લઈને તમે તણાવમાંથી દૂર થવાનો પ્રયત્ન કરો. તણાવમાંથી દૂર થવા માટે તમે મિત્રો સાથે વાત કરો, ફિલ્મ જોવો. જેથી તમે ફરી પ્રફુલ્લીત થઈને કામ કરી શકો.

ક્યારેય નકારાત્મક વિચારસરણી સાથે ન જીવો
કહેવાય છે કે આપણે જે વિચારીએ છીએ તે જ આપણી સાથે થાય છે. તેથી જ વ્યક્તિએ ક્યારેય નકારાત્મક વિચારસરણી સાથે જીવન ન જીવવું જોઈએ. તમારા કામ વિશે ક્યારેય નકારાત્મક ન બનો. આ તમારી કામ કરવાની ક્ષમતાને અસર કરશે. તે તમને માનસિક રીતે પણ પરેશાન કરી શકે છે. તેથી હંમેશા હકારાત્મક વિચારો અને નકારાત્મક વિચારોથી દૂર રહો.


અમુક સમયે તમે વિરામ લો અને બહાર ફરવા જાઓ
દરરોજ કામ કરતી વખતે મગજ થાકી જાય છે. તેથી, જીવનની ધમાલથી દૂર ક્યાંક જવાનો પ્લાન બનાવો. તેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ફાયદો થાય છે. તેથી વચ્ચે વિરામ લેતા રહો અને પરિવાર અને મિત્રો સાથે આનંદ લેવાનું ભૂલશો નહીં.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow