શરીરમાં ભૂલથી પણ દેખાય આ લક્ષણો તો સાવધાન!

શરીરમાં ભૂલથી પણ દેખાય આ લક્ષણો તો સાવધાન!

ડાયાબિટીઝ એક એવી બીમારી છે જેના પર કાબુ મેળવવા માટે દર્દીઓ પોતાની ડેલી લાઈફસ્ટાઈલ અને ભોજન પર કાબૂ મેળવવું જરૂરી છે. આ બીમારીમાં જો દર્દીઓ ભોજન અને ખોરાકનું ધ્યાન રાખે તો બ્લડ શુગર લેવલ વધી જાય છે.

બ્લડ શુગર વધારે વધવાથી દર્દી માટે તે જીવલેણ સાબિત થઈ શકે છે. બ્લડ શુગર વધવા પર તમારુ શરીર તમને ઘણા સંકેત આપે છે. ખૂબ વધારે તરસ લાગવી વારંવાર પેશાબ આવવો, થાક લાગવો, નજર કમજોર લાગવી અને કારણ વગર વજન ઘટવું પણ બ્લડ શુગરનું લક્ષણ છે.

નાના બ્લડ વેસલ્સને પહોંચી શકે છે નુકસાન
આ ઉપરાંત અનિયંત્રિત રક્ત શર્કરા શરીરના નાના બ્લડ વેસલ્સને પણ નુકસાન પહોંચાડી શકે છે જેનાથી અંગો સુધી બ્લડ સપ્લાય મુશ્કે થઈ જાય છે. આ બિમારી ગંભીર રૂપ ધારણ કરવા પર વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તેનાથી ડાયાબિટિક દર્દીઓને ખાસ કરીને શરીરના આ અંગોમાં થતા ફેરફાર પર નજર રાખવો જોઈએ.

સામાન્ય રીતે 140 mg/dlથી ઓછુ રક્ત શર્કરાનું સ્તર સામાન્ય માનવામાં આવે છે. જો આ 200 mg/dlથી ઉપર છે તો તેનો મતલબ છે કે તમારૂ શુગર વધી રહ્યું છે. પરંતુ જો આ 300 mg/dlથી ઉપર ચાલી રહ્યું છે તો તે ખૂબ જ ખતરનાક થઈ શકે છે. તેમાં તમારે તરત ડોક્ટની સલાહ લેવી જોઈએ.

આંખોમાં આ ફેરફાર ડાયાબિટીશની નિશાની
રક્ત શર્કરા એટલે બ્લડ શુગરનું વધતુ સ્તર આંખોના રેટિનાની રક્ત વાહિકાને પ્રભાવિત કરી શકે છે. જેનાથી આંખોથી સંબંધિત સમસ્યાઓ જેવી કે નજર કમજોર થવી, ઝાંખુ દેખાવવું, મોતિયો, ગ્લુકોમા અને સૌથી વધુ સંબંધિત ડાયાબિટિક રેટિનોપેથી હોય છે.

રેટિનોપેથીનો મતલબ રેટિનાની બિમારીથી છે જે આંખની પાછળ પરત હોય છે. તેને જો વગર સારવારે આમ જ છોડી દેવામાં આવે તો તેનાથી ડાયાબિટીસના દર્દીઓની આંખોની રોશની પણ જઈ શકે છે અને તે આંધળા પણ થઈ શકે છે.

પગમાં થતા આ લક્ષણો પર રાખો ધ્યાન
ડાયાબિટીસ તમારા પગને બે પ્રકારે પ્રભાવિત કરી શકે છે જેમાં પહેલુ નર્વ ડેમેજ અને બીજુ બ્લડ સર્કુલેશનમાં ખરાબી શામેલ છે. તંત્રિકા ક્ષતિ થવા પર તમારા પગ કોઈ પણ પ્રકારની સનસની મહેસુસ નથી કરી શકતુ.

બીજી સ્થિતિમાં તમે પોતાના પગ સુધી બ્લડ સર્કુલેશન સારી રીતે ન થઈ શકવાના કારણે સંક્રમણને ઠીક કરવું મુશ્કેલ થઈ જાય છે. સમયની સાથે જો તે ઘા અથવા સંક્રમણની સારવાર ન કરવામાં આવે તો તમે તે અંગોને ખોઈ શકો છો.

કિડની પર ખરાબ અસર કરે છે ડાયાબિટીસ
કિડની શરીરનું એક અભિન્ન અંગ છે જે શરીરમાંથી દરેક ઝેરી પદાર્થો અને વેસ્ટ મટીરિયલને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં નાની નસોને નુકસાન પહોંચી શકે છે જેનાથી આગળ જઈને ડાયાબિટિક કિડની ડિસીસ થઈ શકે છે.

તેને ડાયાબિટિક ન્યૂરોપેથી પણ કહેવામાં આવે છે. તેમાં વ્યક્તિને વારંવાર યુરીન આવવું, રક્તચાપમાં ગડબડ, પગ, હાથો અને આંખોમાં સોજા, ઉલ્ટી, થકાન જેવી મુશ્કેલીઓ થઈ શકે છે.

નર્વસ પર ડાયાબિટીસની થાય છે આ અસર
ડાયાબિટિક રેટિનોપેથી અને નેફ્રોપેથીની જેમ હાઈ બ્લડ શુગરથી પણ સિસ્ટમ ખરાબ થઈ શકે છે જેને ડાયાબિટિક ન્યૂરોપેથી કહેવામાં આવે છે. આ સ્થિતિમાં પીડિત વ્યક્તિના શરીરમાં સુન્નતા આવી જાય છે અને દુખાવો, તાપમાન, બળતરા, અને સ્પર્શ મહેસુસ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. તે ઉપરાંત વ્યક્તિને પગમાં અલ્સર અને સંક્રમણ જેવા લક્ષણ પણ જોવા મળે છે.

હાર્ટ અને બ્લડ વેસલ્સ પર પણ પડે છે અસર
ડાયાબિટીઝના દર્દીઓનું બ્લડ શુગર વધતુ રહે છે જે બ્લડ વેસલ્સના નુકસાનનું કારણ બની શકે છે. તેના કારણે ડાયાબિટીઝના રોગીને હંમેશા સ્ટ્રોક અને હૃદય રોગ સહિત ઘણી બીમારીઓનો ખતરો રહે છે. તેના ઉપરાંત યુએસ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, ડાયાબિટીસના રોગીઓમાં ઘણી બીમારીઓ થવાનું જોખમ હોય છે જે હાઈ બ્લડ સર્કુલેશન સહિત હૃદય રોગના જોખમને વધારે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow