ભૂલથી પણ ચહેરા પર દેખાય હાઈ કોલેસ્ટ્રોલના આ 3 લક્ષણો તો થઈ જજો સાવધાન, નહીં તો થઇ શકે છે ગંભીર સમસ્યા

કોલેસ્ટ્રોલ તમારા શરીરના એ ફેટ લિપિડ્સ છે. જે તાપના સંપર્કમાં આવવાથી બને છે. મોટાભાગના લોકો માને છે કે કોલેસ્ટ્રોલ શરીર માટે જરૂરી નથી અને તે હંમેશા નુકસાનકારક છે. પરંતુ તે એવું નથી. હકીકતે કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે. એક ગુડ કોલેસ્ટ્રોલ અને બીજું બેડ કોલેસ્ટ્રોલ. જ્યાં ગુડ કોલેસ્ટ્રોલ તમારા હાડકાં માટે ગાદીનું કામ કરે છે. ત્યાં જ બેડ કોલેસ્ટ્રોલ તમારા બ્લડ વેસેલ્સને બ્લોક કરવાનું કામ કરે છે.

બેડ કોલેસ્ટ્રોલ નસોમાં કરી શકે છે બ્લોકેજ
હવે માત્ર બેડ કોલેસ્ટ્રોલ વિશે વાત કરીએ તો તે ધીમે ધીમે તમારા બ્લડ વિસલ્સમાં બ્લોકેજ બનાવે છે અને પછી હાઈ બીપી અને હૃદયની સમસ્યાઓનું કારણ બને છે. તેથી તે મહત્વનું છે કે તમે શરૂઆતથી જ હાઈ કોલેસ્ટ્રોલના લક્ષણોને ઓળખો અને તેને ઘટાડવાનો પ્રયાસ કરો. તો ચાલો, અમે તમને હાઈ કોલેસ્ટ્રોલના લક્ષણો વિશે જણાવીએ જે તમારા ચહેરા પર જોઈ શકાય છે.

ચહેરા પર પીળા રંગના ડાઘા-Yellowish bumps
ઘણી વખત તમે જોયું હશે કે કેટલાક લોકોના ચહેરા પર પીળા રંગના દાણા જોવા મળે છે. આ હકીકતે હાઈ કોલેસ્ટ્રોલના લક્ષણો છે. હકીકતે જ્યારે કોલેસ્ટ્રોલ વધે છે. ત્યારે તેના કારણે બ્લડ વેસેલ્સ અને ચહેરાની નાની નળીઓમાં બ્લોકેજ આવવા લાગે છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન પર અસર થાય છે. ચહેરાના પોર્સમાં ઓક્સિજનની કમી પણ હોઈ શકે છે. તેના કારણે ચહેરા પર પીળી ફોલ્લીઓ દેખાય છે.

ખંજવાડ વગરના દાણા- Non-itchy rash
કોલેસ્ટ્રોલ વધવાના કારણે તમને ચહેરા પર રેશિઝ જેવા દાણા થાય છે જેમાં ખંજવાડ નથી આવતી. આ રેશિઝ ખરાબ બ્લડ સર્કુલેશન અને બંધ પોર્સના સંકેત છે. તેમાં તમને આખા શરીરમાં નાના-નાના દાણા દેખાય છે. જે ચહેરા પર નહીં અલગ અલગ અંગો પર જોવા મળી શકે છે. જો તમને શરીર પર અકારણ આવા દાણા જોવા મળે તો ડોક્ટરને જરૂર બતાવો.

જાડી અને મીણ જેવી ચામડી
ઘણા લોકોને પોતાની સ્કિન જાડી અને વેક્સી એટલે કે મીણ જેવી લાગે છે. તો ઘણી વખત એવી સ્કિનને જોઈને તમને લાગે છે કે તે ઓઈલી છે. પરંતુ આ હાઈ કોલેસ્ટ્રોલ વધવાના કારણે થાય છે જે તમારા ચહેરાને અંદરથી બ્લોક કરી દે છે. તો સ્કીન પર હાઈ કોલેસ્ટ્રોલના લક્ષણ નજરઅંદાજ ન કરો અને પોતાના ડૉક્ટરને બતાવો.