બૉડીમાં જણાય પ્રોટીનની ઊણપ તો સાવધાન! શરીરમાં તુરંત દેખાતા આ 7 લક્ષણોથી ચેતી જજો નહીં તો...

બૉડીમાં જણાય પ્રોટીનની ઊણપ તો સાવધાન! શરીરમાં તુરંત દેખાતા આ 7 લક્ષણોથી ચેતી જજો નહીં તો...

તમારા શરીરને સ્વસ્થ રહેવા અને યોગ્ય રીતે કાર્ય કરવા માટે પ્રોટીનની જરૂર છે. અંગોથી લઈને તમારા સ્નાયુઓ, ટિશ્યૂ, હાડકાં, ત્વચા અને વાળમાં 10,000થી વધુ પ્રકારના પ્રોટીન હોય છે.

પ્રોટીન એ પ્રક્રિયાઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે શરીરને ઊર્જા પૂરી પાડે છે અને સમગ્ર શરીરમાં ઓક્સિજન યુક્ત રક્તનું વહન કરે છે. તે એન્ટિબોડીઝ બનાવવામાં, કોષોને સ્વસ્થ રાખવામાં અને નવા બનાવવામાં પણ મદદ કરે છે.

યોગ્ય પ્રમાણમાં પ્રોટીનનું સેવન જરૂરી
પરંતુ તમે જાણો છો, જો એક અઠવાડિયા સુધી યોગ્ય માત્રામાં પ્રોટીનનું સેવન ન કરવામાં આવે તો તમારા સ્વાસ્થ્યને અસર થવા લાગે છે. પરંતુ શરીરને દરરોજ જરૂરી પ્રોટીનનું પ્રમાણ કેટલું છે? આવો જાણીએ...

બોડીને કેટલા પ્રોટીનની હોય છે જરૂર?
તમારે તમારી દૈનિક કેલરીમાં ઓછામાં ઓછુ 10% પ્રોટીન મેળવવું જોઈએ. તમે તેને આખા દિવસ દરમિયાન વિવિધ સ્ત્રોતોમાંથી મેળવી શકો છો, જેમ કે નાસ્તામાં ઓછી ચરબીવાળું ગ્રીક યોગર્ટ, લંચ માટે ચિકન બ્રેસ્ટ અને રાત્રિભોજન માટે એક કપ બ્લેક બીન્સ.

ઉંમરના હિસાબથી સમજો પ્રોટીનની જરૂરીયાત
એક રિપોર્ટ અનુસાર બાળકોને દરરોજ લગભગ 10 ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે. વધુમાં શાળાના બાળકોને દરરોજ લગભગ 19-34 ગ્રામ, કિશોરાવસ્થાના યુવકોને દિવસમાં લગભગ 52 ગ્રામ, કિશોરાવસ્થાની છોકરીઓને દરરોજ લગભગ 46 ગ્રામ, પુખ્ત વયના પુરુષોને દરરોજ લગભગ 56 ગ્રામ, પુખ્ત સ્ત્રીઓને લગભગ 46 ગ્રામ અને ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીને દરરોજ 71 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે.

પ્રોટીનની કમીના લક્ષણ

  • સોજા
  • મૂડ સ્વિંગ
  • વાળ, નખ અને ત્વચાની સમસ્યાઓ
  • નબળાઇ અથવા થાક
  • વારંવાર ભૂખ લાગવી
  • ઘા જલ્દી ન રૂઝાવવા
  • વારંવાર બીમાર થવું

આ ફાયદાઓ માટે દરરોજ ખાઓ પ્રોટીન

  • ભૂખને નિયંત્રિત કરે છે
  • મસલ્સ માસ અને સ્ટ્રેંથને વધારે છે
  • હાડકાંને મજબૂત કરે છે
  • ફૂડ ક્રેવિંગને ઘટાડે છે
  • મેટાબોલિઝમને વધારે છે
  • વજન ઘટાડવામાં મદદરૂપ
  • બ્લડ પ્રેશરને સામાન્ય બનાવે છે
  • કિડની હેલ્ધી રાખે છે

આ લોકોને વધારે થાય છે પ્રોટીનની કમી
પ્રોટીનની ઉણપ મોટે ભાગે એવા લોકોમાં જોવા મળે છે જેમને પૂરતા પ્રમાણમાં આહાર મળતો નથી. આ સિવાય વૃદ્ધ લોકો અને કેન્સરથી પીડિત લોકોને તેમની જરૂરિયાત મુજબ પ્રોટીન ખાવામાં તકલીફ પડી શકે છે. પ્રોટીનની ઉણપથી થતા ગંભીર કુપોષણને ક્વાશિઓર્કોર કહેવામાં આવે છે. તે વિકાસશીલ દેશોમાં વધુ સામાન્ય છે, ખાસ કરીને બાળકોમાં.

આ છે હાઈ પ્રોટીન ફૂડ

Read more

'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે

'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે

દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રી હાલમાં અમેરિકામાં તેમની આગામી ફિલ્મ 'ધ બેંગાલ ફાઇલ્સ'નું પ્રમોશન કરી રહ્યા છે. તેઓ ત્યાંના ઘણા

By Gujaratnow
લાલ કિલ્લા પર બોમ્બ ન શોધી શક્યા, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

લાલ કિલ્લા પર બોમ્બ ન શોધી શક્યા, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

લાલ કિલ્લા પર સુરક્ષા કવાયત દરમિયાન ડમી બોમ્બ ન મળતાં એક કોન્સ્ટેબલ અને એક હેડ કોન્સ્ટેબલ સહિત સાત દિલ્હી પોલીસ કર્મચારીઓને સસ્

By Gujaratnow