રિષભ પંતનું કરિયર બરબાદ નહીં થવા દે BCCI, અકસ્માત પછી જય શાહે પરિવારને જુઓ શું કહ્યું

રિષભ પંતનું કરિયર બરબાદ નહીં થવા દે BCCI, અકસ્માત પછી જય શાહે પરિવારને જુઓ શું કહ્યું

ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટના બાદ મર્સિડીઝ કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટના શુક્રવારે (30 ડિસેમ્બર) વહેલી સવારે રૂરકીના ગુરુકુલ નરસન વિસ્તારમાં બની હતી. સવારે 5:15 વાગ્યે તેમની મર્સિડીઝ બેન્ઝ કાર નરસન બોર્ડર પર રોડની રેલિંગ સાથે અથડાઈ હતી અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટક્કર એટલી મોટી હતી કે કાર હવામાં ઉછળીને થોડે દૂર જઈને પડી હતી અને આ અકસ્માત પછી તરત જ કારમાં આગ લાગી હતી. '  

આ સમાચાર આવતાની સાથે જ ક્રિકેટ જગતમાં હંગામો મચી ગયો હતો અને આ ઘટનાને કારણે ક્રિકેટ જગતમાં દરેક લોકો ચિંતિત છે અને દરેક લોકો રિષભ પંતના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. રિષભ પંતની હજુ પણ સારવાર ચાલી રહી છે એવામાં આ બધા વચ્ચે લોકોને હવે રિષભ પંતની કારકિર્દીને લઈને પણ ચિંતા સતાવી રહી છે.

પંતે 30 વન ડે અને 66 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે
રિષભ  પંત ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ સીરિઝ પછી આરામ આપવામાં આવ્યો હતો, શ્રીલંકા સીરિઝ માટે પસંદગી કરવામાં ન આવતા તેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા અને એ સમયે એમનું એક્સિડન્ટ થયું હતું. પંતે અત્યાર સુધી 33 ટેસ્ટ મેચમાં પાંચ સદી અને 11 અર્ધશતક લગાવી હતી અને કુલ 2,271 રન બનાવ્યા હતા. પંતે 30 વન ડે અને 66 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે.  

BCCI આ મુશ્કેલ સમયમાં તેના ખેલાડી સાથે ઉભું છે
સ્ટાર ભારતીય ક્રિકેટર રિષભ પંત ભયાનક માર્ગ અકસ્માત બાદ ભલે ખતરાની બહાર હોય પણ BCCI આ મુશ્કેલ સમયમાં તેના ખેલાડી સાથે ઉભું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા રિષભ પંતના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપવામાં આવ્યું છે. આ સાથે બોર્ડે તમામ શક્ય મદદનું વચન પણ આપ્યું છે. BCCIની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રિષભની સારવાર કરવામાં આવી રહી છે. સેક્રેટરી જય શાહે નિવેદન જારી કરીને શું કહ્યું, ચાલો તમને જણાવીએ.

BCCIએ શું આપ્યું નિવેદન?
રિષભ પંતના અકસ્માત પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું છે. બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે અકસ્માત બાદ રિષભ પંતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, બોર્ડ એમના પરિવાર અને હોસ્પિટલના સંપૂર્ણ સંપર્કમાં છે અને તેને શ્રેષ્ઠ સારવાર આપવાના પ્રયાસો ચાલુ છે.  BCCI અનુસાર રિષભ પંતના કપાળ પર બે કટ છે અને તેના ઘૂંટણમાં ઈજા થઈ છે. રિષભ પંતને અંગૂઠા, એડી, કાંડા અને પીઠ પર ઈજા પંહોચી છે અને રિષભ પંતની હાલત હાલ સ્થિર છે. તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow