ઘરનાં પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ સ્નાનનું પુણ્ય મળશે, આ દિવસે પિતૃ પૂજા કરવાનું પણ વિધાન છે

બુધવાર, 23 નવેમ્બરના રોજ કારતક મહિનાની અમાસ છે. આ તિથિએ પિતૃઓ માટે ખાસ પૂજા કરવાની પરંપરા છે. અમાસને પુરાણોમાં પર્વ કહેવામાં આવે છે. એટલે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિધાન છે. કોઈ કારણોસર જો એવું શક્ય બને નહીં તો ઘરના પાણીમાં જ ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ સ્નાન કરવા સમાન પુણ્ય મળે છે. સ્નાન કર્યા પછી ઘરમાં દીવો પ્રગટાવવો અને સવારે જલ્દી પીપળાની પૂજા કરવી.
પિતૃઓ માટે આ રીતે પૂજા કરોચાંદી કે તાંબાના લોટામાં પાણી, દૂધ, જવ, તલ, ચોખા અને સફેદ ફૂલ મિક્સ કરો. આ પાણીને હથેળીમાં લઈને અંગૂઠા તરફથી પિતૃઓ માટે કોઈ વાસણમાં તર્પણ કરો. આ વિધિ દરમિયાન પિતૃ દેવતાભ્યો નમઃ મંત્રનો જાપ કરો. આ જાપ પાંચ કે અગિયાર વખત કરો. તે પછી આ જળ પીપળામાં ચઢાવી દો.

ભોજન અને કપડાંનું દાનકારતક મહિનામાં અનાજનું દાન કરવાનું ખાસ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આવું કરવાથી અખૂટ પુણ્ય મળે છે. એટલે કારતક મહિનામાં જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ. સાથે જ, શ્રદ્ધા પ્રમાણે કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ. અનાજ સાથે કપડાનું દાન પણ કરવું જોઈએ. સિઝન પ્રમાણે ગરમ કપડાનું દાન પણ કરો.
બુધવાર અને અમાસનો યોગબુધવાર અને અમાસના યોગમાં ગણેશજીની પૂજા ખાસ કરવી જોઈએ. ગણેશજીને દૂર્વા ચઢાવો અને શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરો. ગણેશજીને ઘરમાં બનેલાં લાડવાનો ભોગ ધરાવવો