હિન્દુ મહિલા સાથે પાકિસ્તાનમાં બર્બરતા: રેપ બાદ ચામડી કાઢી ટુકડા કર્યા, ભારતના વિદેશ મંત્રાલયે લગાવી ફટકાર

હિન્દુ મહિલા સાથે પાકિસ્તાનમાં બર્બરતા: રેપ બાદ ચામડી કાઢી ટુકડા કર્યા, ભારતના વિદેશ મંત્રાલયે લગાવી ફટકાર

પાકિસ્તાનમાં હિન્દુ મહિલા સાથે દુષ્કર્મ આચર્યા બાદ મહિલાનું માથું કાપી ક્રૂર હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં ચામડી કાઢી મૃતદેહના અનેક ટુકડાઓ કરી ખેતરમાં ફેંકી દેવામાં આવ્યાનું સામે આવ્યું છે. પાકિસ્તાનમાં હિન્દુ મહિલાની થયેલ હત્યાને લઈને ભારતે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, અમે વારંવાર કહીએ છીએ કે પાકિસ્તાને લઘુમતીઓનું ધ્યાન રાખવું જોઈએ. તેમની સુરક્ષા પાકિસ્તાનની જવાબદારી છે. વધુમાં અમે એટલું જ કહીશું કે પાકિસ્તાને લઘુમતીઓનું રક્ષણ કરવું જોઈએ. તેમ કહ્યું હતું.

40 વર્ષની વિધવા મહિલાની નિર્દયતાથી હત્યા

આ ઘટના પાકિસ્તાનના સિંધ પ્રાંતની છે. મહિલાની હત્યા બાદ હિન્દુ સાંસદ કૃષ્ણા કુમારી ઘટનાસ્થળે પહોંચી લોકો સાથે વાતચીત કરી અને મદદની ખાતરી આપી હતી. કૃષ્ણા કુમારીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, 40 વર્ષની વિધવા મહિલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. અને ખૂબ જ ખરાબ હાલતમાં લાશ મળી આવી હતી. તેનું માથું ધડથી અલગ કરવામાં આવ્યું હતું.  

લઘુમતી મહિલાઓ પર બળજબરીથી ધર્મ પરિવર્તન

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓની હાલત ખરાબ છે. લઘુમતી મહિલાઓ પર બળજબરીથી ધર્મ પરિવર્તન અને અત્યાચારની ઘટનાઓ વારંવાર સામે આવે છે.  

ઇન્ટરનેશનલ ફોરમ ફોર રાઇટ્સ એન્ડ સોસાયટી અનુસાર પાકિસ્તાનમાં બળજબરીથી ધર્મ પરિવર્તન અને લગ્નના કેસમાં વધારો થયો છે. જેના કારણે હિન્દુ અને ખ્રિસ્તી પરિવારોમાંથી તેમની દીકરીઓને ઉઠાવી જવાનો ડર સતાવતો રહે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow