પ્રતિબંધિત જાળીથી 40 સમુદ્રી જીવનાં મોત

પ્રતિબંધિત જાળીથી 40 સમુદ્રી જીવનાં મોત

અબડાસા તાલુકાના જખૌ બંદરની સામે આવેલા ખિદરત ટાપુ, પિંગલેશ્વર, સિંધોડી, સુથરીના સાગરકાંઠે માત્ર બે દિવસમાં જ 5 ડોલ્ફીન અને 2 કાચબા મૃત હાલતમાં મળી આવ્યા હતા ,જેની પાછળનું કારણ માછીમારો દ્વારા વાપરવામાં આવતી પ્રતિબંધિત જાળી હોવાનું બહાર આવ્યું છે.

​​​​​​​તાજેતરમાં અબડાસાના આરીખાણાથી પિંગલેશ્વર વચ્ચેના દરિયાકાંઠે 45 ફૂટ લાંબી બ્લૂવ્હેલ માછલી મૃત તણાઇ આવી હતી. ત્યારબાદ સિંધોડી પાસે પણ આવી જ માછલી મૃત મળી આવી હતી. છેલ્લા 7 દિવસમાં જ આઆરીખાણા, પિંગલેશ્વર, સિંધોડી, સુથરી, જખૌ, ખિદરત ટાપુ વિસ્તારમાં 40 જેટલા દરિયાઇ જીવ મૃત હાલતમાં તણાઇને સાગરકાંઠે મળી આવ્યા છે. ડીકેપોસ એટલે કે, કોહવાયેલા મૃતદેહના પોસ્ટમોર્ટમ શક્ય ન હોઇ કિનારા પર જ દરિયાઇ જીવોના લોહીના નમૂના લઇને દફનાવાય છે. જો કે, ડોલ્ફીન માછલી અને મહાકાય કાચબાના શરીર પર માછીમારી માટે વપરાતી પ્રતિબંધિત જાળી મળી આવી હતી. માછીમારો જાળી નકામી થયા બાદ તેનો યોગ્ય નિકાલ ન કરી દરિયામાં જ ફેંકી દેતા હોય છે.

Read more

રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો છે

રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો છે

સુરતમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવેલા ઈફ્કોના ચેરમેન અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ વર્તમાન રાજકીય અને સહકારી બાબતો પર પ્રતિક્રિયા

By Gujaratnow
સીરિયાના ઇદલિબ શહેરમાં દારૂગોળાના ડેપોમાં વિસ્ફોટ

સીરિયાના ઇદલિબ શહેરમાં દારૂગોળાના ડેપોમાં વિસ્ફોટ

ગુરુવારે ઉત્તરપશ્ચિમ સીરિયાના શહેર ઇદલિબમાં એક દારૂગોળાના ડેપોમાં થયેલા વિસ્ફોટમાં 2 લોકો માર્યા ગયા અને 71 લોકો ઘાયલ થયા. પીડિતોની ગણતરી

By Gujaratnow