અમદાવાદના આ વિસ્તારમાં વેંચાતી હતી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, પોલીસે દોડી જઇ 2 ની કરી અટકાયત

અમદાવાદના આ વિસ્તારમાં વેંચાતી હતી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, પોલીસે દોડી જઇ 2 ની કરી અટકાયત

ગુજરાતમાં ઉત્તરાયણ પર્વને લઈને પ્રતિબંધ હોવા છતાં છાને ખૂણે પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનું વેચાણ થઇ રહ્યું છે જેને લઈને એક તાજેતરમાં જ  સુરત, વડોદરા, અમદાવામાં અકસ્માતના અનેક બનાવો બન્યા છે. જેને લઈને અમદાવાદમાં તંત્ર સફાળું જાગ્યું છે અને ઉત્તરાયણમાં અગાઉ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઇ બોલાવી છે.

ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છતાં વેપારીઓ મંગાવી રહ્યા છે જથ્થો

સાણંદ પોલીસે તેલાવ ગામે બાતમીને પગલે રેડ પાડી હતી. જ્યા પ્રતિબંધિત દોરીનું વેચાણ થતું હોવાનું સામે આવતા તેલાવના કાસિન્દ્રાવાસમાંથી ચાઇનીઝ દોરીના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી હતી. ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં વેપારીઓ જથ્થો મગાવી રહ્યાં છે અને વેચાણ પણ કરી રહ્યા છે. જેને લઈને અકસ્માત સર્જાતા તંત્ર સફાળું જાગ્યું છે. જોકે તંત્ર અત્યાર સુધી સુસુપ્ત અવસ્થામાં હોવાથી અનેક અકસ્માતો થયા છે. જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

દોરીઓ ઘાતક બની હોવાની અનેક ઘટના

ઉતરાયણ પૂર્વે પતંગની દોરીઓ ઘાતક બની રહી છે. જેમાં ગઈકાલે વડોદરામાં ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીએ યુવકનો ભોગ લીધો હતો. ચાઇનીઝ દોરીથી ગળું કપાતા 30 વર્ષના આશાસ્પદ યુવકનું મૃત્યુ થયું હતું. નવાપુરા વિસ્તારમાં રબારીવાસ પાસે કરૂણ ઘટના બની હતી.આઉપરાંત અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી એક કિશોર ઈજાગ્રસ્ત થયો હતો. જમાલપુર રિવરફ્રન્ટ રોડથી પસાર થતી વખતે આ દૂર્ઘટના સર્જાઈ હતી. વધુમાં આજે સુરતના કામરેજમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કામરેજ ચાર રસ્તા પરથી પસાર થઈ રહેલા બળવંત પટેલ નામના શ્રમજીવી યુવાનને દોરી નજરમાં ન આવતા દોરી ગળામાં ખૂંપી ગઈ હતી. જેને પગલે ગળુ કપાવાથી બળવંત પટેલનું ઢળી પડ્યા હતા અને સારવાર મળે તે પહેલા જ તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

Read more

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તે

By Gujaratnow
ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow