Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
Bank

બેન્કોનું પ્રદર્શન બેન્કિંગ ક્ષેત્રે મજબૂતીને દર્શાવે છે: ફિચ

Gujaratnow1 min read
બેન્કોનું પ્રદર્શન બેન્કિંગ ક્ષેત્રે મજબૂતીને દર્શાવે છે: ફિચ

ભારતીય બેન્કોના નાણાકીય પ્રદર્શનમાં સતત સુધારો એ બેન્કિંગ સેક્ટરની આંતરિક રિસ્ક પ્રોફાઇલ તરફ સંકેત આપે છે. રેટિંગ એજન્સી ફિચ અનુસાર એસેટ ગુણવત્તા અને નફાકારકતામાં સુધારાની ગતિ અપેક્ષા કરતાં વધુ છે, જ્યારે ધારણા પ્રમાણે મૂડીનો સંગ્રહ પણ જોવા મળી રહ્યો છે. સેક્ટરનો લોન રેશિયો પણ માર્ચ 2023ના રોજ પૂરા થનારા નાણાકીય વર્ષના પહેલા નવ મહિનામાં ઘટીને 4.5 ટકા થયો છે. જે અગાઉ નાણાકીય વર્ષ 2022 દરમિયાન 6 ટકા હતો. જે ફિચના નાણાકીય વર્ષ 2023ના 60 બેસિસ પોઇન્ટથી ઓછો હતો.

ઉચ્ચ લોન ગ્રોથ, ઓછી સ્લિપેજ તેમજ રિકવરીમાં સુધારા જેવા પરિબળોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. નાણાકીય વર્ષ 2023માં હજુ પણ એસેટ ક્વોલિટી પર દબાણનું જોખમ હોવા છતાં પણ ફિચના મતે સ્થિતિ હજુ પણ સુધરશે. બેન્કોની સુધારાની જોગવાઇનું કવર પણ બેન્કોની જોખમ સામે ઉભા રહેવાની ક્ષમતાની સાથે છે.

ક્રેડિટ ખર્ચ દબાણ સામે બેન્કો ટકી ગઇ
બેન્કો નાણાકીય વર્ષ 2024ની નફાકારકતાને અનુમાનને અસર થાય તે વગર ક્રેડિટ ખર્ચથી સર્જાતા દબાણ તેમજ માર્જીન સામે ટકી રહેવા માટેની સહનશીલતા ધરાવે છે. ટકાઉ ઉચ્ચ લોન ગ્રોથ, જોખમમાં વધારાથી મૂડી પર દબાણ જોવા મળી શકે છે. નાણાકીય વર્ષ 2023 દરમિયાન સેક્ટરનો ઇક્વિટી ટિઅર 1 રેશિયો 54 બેસિસ પોઇન્ટ વધીને 13.3 ટકા રહ્યો હતો.

Gujaratnow1 min read

Related News