મહાકાલેશ્વર મંદિરમા મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ, શ્રદ્ધાળુઓ માટે એસી બસો દોડશે

મહાકાલ મંદિરમાં 20 ડિસેમ્બર પછી મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. સોશિયલ મીડિયા પર લોકો રીલ પોસ્ટ કરી રહ્યાં છે અને સુરક્ષા સંબંધિત ફરિયાદો આવતા સરકારે નિર્ણય લીધો છે. મહાકાલેશ્વર મંદિર મંડળ પ્રમુખ અને જીલા કલેક્ટર આશિષ સિંહે એવું જણાવ્યું કે 20 ડિસેમ્બર પછી મંદિર પરિસરમાં મોબાઈલ નહીં વાપરી શકાય તેને માટે ટૂંક સમયમાં લોકર બનાવવામાં આવશે અને શ્રદ્ધાળુઓએ તેમાં મૂકી દેવા પડશે.
પ્રવાસીઓ માટે એસી બસો દોડશે
આ ઉપરાંત મંદિર મેનેજમેન્ટ દ્વારા અન્ય ઘણા નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. આશિષ સિંહે જણાવ્યું હતું કે પ્રવાસીઓ માટે શહેરમાં લક્ઝરી એરકન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે તમામ મંદિર અને પર્યટન સ્થળોને આવરી લેતા રૂટ પર બસો દોડાવવામાં આવશે, જેના માટે મુલાકાતીઓએ ફક્ત એક જ ટિકિટ ખરીદવાની જરૂર રહેશે. તેમણે જણાવ્યું હતું કે, ભક્તોને સહાય કરવા માટે ટૂંક સમયમાં 50 સમાંતર ફોન લાઇનો સાથેનું કોલ સેન્ટર શરૂ કરવામાં આવશે.
મહાકાલેશ્વર 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક
મધ્યપ્રદેશના ઉજ્જેનમાં આવેલું મહાકાલેશ્વર મંદિર દેશના 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.
હજુ બે દિવસ પહેલા જ મહિલા સુરક્ષાકર્મીનો વીડિયો વાયરલ થયો હતો
ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલા બે મહિલા સુરક્ષાકર્મીઓએ મહાકાલેશ્વર મંદિર પરિસરમાં ફિલ્મી ગીત પર ડાન્સ કરીને તેનો વીડિયો અપલોડ કર્યો હતો જે વાયરલ થતાં પૂજારીઓ નારાજ થયા હતા.
મંદિરમાં બે યુવતીઓ નાચી ઉઠી
બે યુવતીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો મંદિર પરિસરની અંદર બનાવવામાં આવ્યો છે. આ વીડિયોમાં બે મહિલાઓ એક ફિલ્મી ગીત પર વીડિયો બનાવી રહી છે. જાણકારી અનુસાર બંને મહિલાઓ મંદિરની સિક્યોરિટી સ્ટાફ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બંને મહિલાઓ એક ખાનગી સિક્યુરિટી કંપનીની છે. જેણે 2 વીડિયો બનાવ્યા હતા.
પૂજારીએ વાંધો ઉઠાવ્યો છે
આ પહેલા મહાકાલ મંદિરના ગર્ભગૃહની અંદર એક યુવતીનો ડાન્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોતો જે પછી પૂજારીઓએ મોટો વાંધો ઉઠાવ્યો હતો. પૂજારીઓએ જણાવ્યું કે, મંદિરની અંદર આવા વીડિયો બનાવવાના કિસ્સા વારંવાર સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ પોસ્ટ કરવાથી મહાકાલ મંદિરની છબી ખરડાય છે. આવા વીડિયો સામે પૂજારીઓએ ફરિયાદ પણ નોંધાવી હતી અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. એક તરફ મંદિરની સુરક્ષા માટે અનેક વ્યવસ્થા કરવામાં આવી છે, તો બીજી તરફ સુરક્ષાકર્મીઓના કારણે સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે.