ખરાબ મેન્ટલ હેલ્થ ના કારણે પણ થઈ શકે છે 'હાર્ટ ફેલ', 4 લાખ લોકો પર થયેલા રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

ખરાબ મેન્ટલ હેલ્થ ના કારણે પણ થઈ શકે છે 'હાર્ટ ફેલ', 4 લાખ લોકો પર થયેલા રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

છેલ્લા થોડા વર્ષોથી હાર્ટ ડિઝીઝ ખૂબ જ વધી ગયું છે. હાર્ટ એેટેક, હાર્ટ ફેલ અને કાર્ડિયાક અરેસ્ટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓછી ઉંરમાં પણ લોકો આ ડિઝીઝના શિકાર થઈ રહ્યા છે. ડોક્ટરનું કહેવું છે કે ભોજનની ખોટી આદતો અરાબ લાઈફસ્ટાઈલ અને કોવિડ વાયરસના કારણે હાર્ટની બિમારીઓ ઝડપથી વધી રહી છે.

પરંતુ શું તમે જાણો છો કે ખરાબ મેન્ટર હેલ્થના કારણે હાર્ટ ફેલ થઈ શકે છે. જી હાં, એક નવા રિસર્ચમાં જાણકારી મળી કે જે લોકો એકલાપણા અને સામાજીક રીતે અલગ રહેતા લોકો તેનો શિકાર થાય છે તેમનામાં હાર્ટની ઘણી બિમારીઓ થવાનો ખતરો છે.

4 લાખ લોકો પર થયું રિસર્ચ
આ રિસર્ચને જર્નલ ઓફ ધ અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. રિસર્ચનાં વૈજ્ઞાનિકોએ 4 લાખ યુવકો અને વૃદ્ધોની હેલ્થ હિસ્ટ્રી જોઈએ. તેમાં જાણકારી મળી કે જે લોકો એકલતામાં રહે છે તેમનામાં હાર્ટની ઘણી ડિઝીઝ થઈ.

આ લોકોમાં હાર્ટની બીમારી બાદ હોસ્પિટલમાં એડમિટ થવા અને મોત થવાનો ખતરો 20 ટકા સુધી વધારે થઈ ગયો. રિસર્ચમાં શામેલ થયેલા લોકોમાં એકલતા હતી તેમને જાડાપણુ અને ડાયાબિટીસની સમસ્યા જોવામાં આવી હતી. એવા લોકોમાં ઉંમરના વધવાની સાથે સાથે કાર્ડિયોવેસ્કુલ ડિઝીઝનો ખતરો અન્ય લોકોની તુલનામાં વધારે જોવામાં આવી છે.

એકલતા ખૂબ જ ખતરનાક
રિસર્ચમાં શામેલ ડૉ. ઝાંગનું કહેવું છે કે ઘણા કેસોમાં લોકો ખરાબ માનસિક સ્વાસ્થ્યના કારણે એકલતાનો શિકાર બને છે. તે કોઈને મળવા કે વાતચીત કરવા નથી માંગતા. આ કારણે તે ધીરે ધીરે સામાજિક અળગાવમાં જતા રહે છે.

અને આ જ કારણે તેમને ઘણી બીમારીઓ થવાનો ખતરો રહે છે. એવામાં લોકોને એકલતામાં ન રહેવું જોઈએ. કોઈ પણ સમસ્યા થવા પર પોતાના પરિજનો અથવા મિત્રો સાથે તેને શેર કરવી જોઈએ.

હાર્ટ ડિઝિઝ ઝડપથી પસારી રહી છે પગ
ડોક્ટરોનું કહેવું છે કે હાર્ટ ડિઝીઝ ઝડપથી પગ પસારી રહી છે. કોવિડ વાયરસ બાદ હાર્ટની બિમારીઓમાં ખૂબ વધારો થયો છે. કોવિડ વાયરસના કારણે હાર્ટમાં બ્લડ ક્લોટ થઈ રહ્યું છે. આ કારણે હાર્ટને લોહી પંપ કરવામાં મુશ્કેલી થઈ રહી છે.

આ કારણે હાર્ટ એટેક આવી રહ્યો છે. તેના ઉપરાંત વધતા માનસિક સ્ટ્રેસ પણ હાર્ટ ડિઝિઝનું એક મોટુ કારણ છે. એવામાં લોકોને પોતાની મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવું જરૂરી છે.

Read more

અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

'સૈયારા'એ કમાણીના સંદર્ભમાં ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે અને ફિલ્મ બ્લોકબસ્ટર બની છે. ફિલ્મ બાદ અહાન પાંડે અને અનિત પડ્ડા રાતોરાત

By Gujaratnow
રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કર્યા

રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કર્યા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કરવામાં આવ્યા છે. કેસ ચાર્જ ફ્રેમ થયા બાદ

By Gujaratnow
૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૫૫૦ થી વધુ ખેડૂતો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્

By Gujaratnow