મોંઢામાંથી આવે છે ગંદી વાસ, જડીબુટ્ટીના આ સરળ ઉપાયથી મેળવો દુર્ગંધની શરમથી છુટકારો

મોંઢામાંથી આવે છે ગંદી વાસ, જડીબુટ્ટીના આ સરળ ઉપાયથી મેળવો દુર્ગંધની શરમથી છુટકારો

મોંઢામાંથી આવતી ગંદી વાસથી ઘણીવાર આપણે શરમ અનુભવીએ છીએ. આ સમસ્યા ત્યારે જ થાય છે જ્યારે તમે યોગ્ય રીતે બ્રશ નથી કરતા. આ દુર્ગંધ સમયની સાથે વધી શકે છે. મોંઢામાંથી આવતી દુર્ગંધ પાછળ અન્ય ઘણા કારણો હોય શકે છે, જેમ કે મોંઢુ શુષ્ક રહેવું, બેક્ટેરિયલ ઈન્ફેક્શન, ટૉન્સિલાઈટિસ, મોઢાનું કેન્સર, ફેફસા કે ગળાનું ઈન્ફેક્શન   અથવા અન્ય કોઈ સમસ્યા હોય શકે છે.   આ લેખમાં અમે તમને   આયુર્વેદિક જડીબુટ્ટીઓ વિશે જણાવીશું જેનો ઉપયોગ આયુર્વેદમાં વારંવાર મોંઢાની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે કરવામાં આવે છે. આ લેખમાં એવી કેટલીક તરકીબ જણાવશું જેના દ્વારા તમે મોંઢાની દુર્ગંધથી છુટકારો મેળવી શકો.

આયુર્વેદિક માઉથવોશ
આ સમસ્યામાં નંબર એક સમાધાન, 'કુમાર ભરણ રસ' છે જે આયુર્વેદિક જડીબુટ્ટીઓનું મિશ્રણ કરીને તૈયાર કરાવામાં આવેલ ઉકાળો છે અને પ્રાકૃતિક માઉથવોશ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ માઉથવોશ અશ્વગંધા, મુલેઠી, આદુ, પીપળ, આમળકી, ગુડુચી, તુલસીને મિક્સ કરીને બનાવવામાં આવે છે.   આ માઉથવોશને એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો.   તેને એરટાઈટ કંટેનરમાં રાખીને દિવસમાં 2 થી 3 વખત ઉપયોગ કરી શકાય છે.

લવિંગ અને એલચીનો ઉકાળો
મોંઢાની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે લવિંગ અને એલચીનો ઉકાળો પીઓ. 2 ગ્લાસ પાણીમાં આદુ, લવિંગ, એલચી અને આદુ મિક્સ કરો. જ્યારે પાણી ઉકળી જાય અને પ્રમાણ અડધું થાય ત્યારે પાણીને ગાળીને ગ્લાસમાં લઈ લો.   પેટ સાથે જોડાયેલી સમસ્યા, મોંઢાની દુર્ગંધ વગેરે માટે લવિંગ અને એલચીનો ઉકાળો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ત્રિફળાનું પાણી
ત્રિફળા   પાણી અને આમળા, હરદ અને વિભિતકીથી મોંઢાની દુર્ગંધ દૂર કરો. આ ત્રણેય ઔષધિઓના મિશ્રણથી બનેલા પદાર્થને ત્રિફળા કહેવામાં આવે છે. ત્રિફળામાં વિટામિન સી, ફુક્ટોઝ અને લિનોલીક એસિડ હોય છે. ત્રિફળાનું ચૂર્ણ બનાવી ગરમ પાણીમાં ઉકાળો. આ મિશ્રણને ગાળી બોટલમાં ભરી લો. આ પાણીથી દિવસમાં બે વાર   કોગળા કરો. આ એક કુદરતી માઉથવોશ તરીકે કામ કરશે અને મોંઢાની દુર્ગંધ દૂર થઈ જશે.

Read more

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ

By Gujaratnow
મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow