બાંગ્લાદેશમાં 12 દિવસમાં ત્રીજા હિન્દુની હત્યા
બાંગ્લાદેશના મેમનસિંહ જિલ્લામાં એક કાપડ ફેક્ટરીની અંદર હિન્દુ કર્મચારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. છેલ્લા 12 દિવસમાં બાંગ્લાદેશમાં હિન્દુની હત્યાની આ ત્રીજી ઘટના છે.
આ ઘટના સોમવારે સાંજે આશરે 6:45 વાગ્યે ભાલુકા ઉપજિલ્લાની સુલતાના સ્વેટર્સ લિમિટેડ ફેક્ટરીમાં બની હતી. મૃતકની ઓળખ બજેન્દ્ર બિસ્વાસ (42) તરીકે થઈ છે, જે ફેક્ટરીમાં સિક્યોરિટી ગાર્ડ હતો. આરોપી નોમાન મિયા (29)ની પોલીસે ધરપકડ કરી લીધી છે.
પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, બંને ફેક્ટરીમાં સુરક્ષા ડ્યૂટી પર તહેનાત હતા. વાતચીત દરમિયાન નોમાન મિયાએ બજેન્દ્ર પર સરકારી શૉટગન તાકી દીધી. થોડી જ વારમાં બંદૂક ચાલી ગઈ અને ગોળી બજેન્દ્રની ડાબી જાંઘમાં વાગી, જેના કારણે તેનું મોત નીપજ્યું.