બાળકો મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરે તો સાવધાન

બાળકો મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરે તો સાવધાન

બીચ હોય કે પાર્ક હોય કે મોટાભાગના ઘરોમાં જ્યાં જુઓ ત્યાં લોકો પોતાના સ્માર્ટ મોબાઈલ ફોન પર માંડ્યા રહેતા જોવા મળે છે. કેટલાક પરિવારોમાં તો નાના બાળકો મોબાઈલ ફોનમાં શોશ્યલ મીડિયાના માધ્યમનો એવો ચસ્કો લાગ્યો જોવા મળે કે, બાળકને જમાડતી વખતે મોબાઈલ ફોન ચાલુ હોય ત્યારે જ બાળકને જમાડી શકાય! પરંતુ આ આદત હાનિકારક સાબિત થઈ શકે છે.

પોરબંદરમાં પણ એક એવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં 12 વર્ષના બાળકે પોતાનો જુના મોબાઈલ ફોનને બદલે નવો ફોન લેવાની જીદ કરી હતી અને આ જીદ એટલી હદે વ્યાકુળ બની કે બાળકે પોતાના ઘરમાં તોડફોડ કરી દેતાં તેના વાલીઓ સ્તબ્ધ બન્યા હતા અને બાળક પ્રત્યે ગંભીરતા દાખવી હોસ્પિટલ નો સહારો લેવો પડ્યો હતો તેવુ બાળરોગ નિષ્ણાંત તબીબ જય બદિયાણીએ જણાવ્યું હતું. તબીબે જણાવ્યું હતુંકે, મોબાઈલ ફોનની લતના કારણે બાળક આક્રમક બની ગયું હતું જેથી આ બાળકની મનોચિકત્સક પાસે રીફર કરવું પડતું હતું અને બાળકને કાઉન્સેલિંગ સેશન કરવા પડ્યા હતા.

ડો. જય બદિયાણીએ જણાવ્યું હતુંકે, બાળકો જ્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે ત્યારે મગજમાં ડોયામાઈન અને એન્ડોફિન નામના ન્યુરોટ્રાન્સમીટર વધુ સ્ત્રાવ થાય છે જેથી મગજને તેની આદત પડી જાય છે. બાદ બાળકને મોબાઈલ ફોન ન મળે તો બાળકનો સ્વભાવ ચીડિયો બની જાય છે અને ખુબજ ગુસ્સો આવે છે આથી આ મોબાઈલ ફોનનું વ્યસન તમાકુ, બીડી, માવા, દારૂ કરતા પણ વધુ ખતરનાક સાબિત થાય છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow