બાળકો 1-2 કલાક વીડિયો ગેમ્સ રમે તો ફાયદાકારક?
કોરોના કાળ બાદ બાળકોમાં મોબાઇલ અને લેપટોપનો વપરાશ વધી ગયો છે. જેમાં બાળકોના વધારે પડતો સમય ગેમ્સ રમવામાં જાય છે. જેને કારણે ઘણી વાર માતા-પિતા બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર વીડિયો ગેમ્સની નેગિટિવ અસર પડે છે, તેને લઇને ચિંતા કરે છે. જેની અસર બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક જોડાણ તેમજ શારીરિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. આ બાદ બાળકો તેઓ યોગ્ય રીતે ખાતા, પીતા કે કસરત કરતા નથી. પરંતુ, JAMA જર્નલમાં પ્રકાશિત થયેલા એક નવા સંશોધન મુજબ, બાળકો માટે આ રમતો મગજને બુસ્ટર્સ કરવાનું કામ કરે છે.