બાળકની બર્થડે પાર્ટી દરમિયાન મોતનું તાંડવ
કેલિફોર્નિયાના સ્ટોકટન શહેરના લ્યુસિલ એવન્યુ વિસ્તારમાં શનિવારે રાત્રે એક બેન્ક્વેટ હોલમાં અચાનક ગોળીબાર થયો. આ હોલમાં બાળકની બર્થડે પાર્ટી ચાલી રહી હતી. ઘટનામાં 4 લોકોના મોત થયા જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, કુલ 14 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી 4 લોકોએ હોસ્પિટલમાં દમ તોડ્યો. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
શહેરના ડેપ્યુટી મેયર જેસન લીએ ફેસબુક પર લખ્યું, 'આજે મારું હૃદય ખૂબ ભારે છે. એક બાળકના જન્મદિવસની પાર્ટીમાં થયેલા આ સામૂહિક ગોળીબારથી હું દુઃખી અને ગુસ્સામાં છું