An Action Heroમાં અક્ષય કુમારનો સાથ મેળવીને ગદગદ્દીત થયા આયુષ્માન ખુરાના, ઈન્સ્ટા પર તસ્વીર શેર કરી

An Action Heroમાં અક્ષય કુમારનો સાથ મેળવીને ગદગદ્દીત થયા આયુષ્માન ખુરાના, ઈન્સ્ટા પર તસ્વીર શેર કરી

આયુષ્માન ખુરાનાએ અક્ષય કુમારને ધન્યવાદ કહ્યું

બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાના એક પછી એક ફિલ્મો કરી રહ્યાં છે. હાલમાં તેમને રકુલપ્રીત સિંહ અને જયદીપ અહલાવતની સાથે ફિલ્મ એન એક્શન હીરોમાં જોવા મળ્યાં. આ ફિલ્મને દર્શકો સહિત ફિલ્મ ક્રિટિક્સે પોઝીટીવ રિવ્યુ આપ્યો છે. એવામાં આયુષ્માન ખુરાના પોતાની ફિલ્મને લઇને ખૂબ ખુશ છે. મહત્વનું છે કે આ ફિલ્મમાં અક્ષય કુમારે કેમિયો કર્યો છે. તેમના કેમિયોએ ફિલ્મને વધુ ખાસ બનાવી દીધી છે. હવે એવામાં આયુષ્માન ખુરાનાએ પોતાની ઈન્સ્ટા પોસ્ટ દ્વારા અક્ષય કુમારને ફિલ્મનો ભાગ બનવા માટે ધન્યવાદ કહ્યું છે.

આયુષ્માને ઈન્સ્ટાગ્રામ પર કરી તસ્વીર શેર

આયુષ્માને ઈન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરતા લખ્યું, ફિલ્મના શાનદાર રિવ્યુના કારણે સાતમા આસમાને છુ. અમારી ફિલ્મ એન એક્શન હીરોનો ભાગ બનવા માટે ધન્યવાદ અક્ષય કુમાર સર. અમે હંમેશા આભારી રહીશુ. તેમણે એવુ પણ લખ્યું, થિયેટરોમાં એન એક્શન હીરોની ટીકિટ બુક કરો.

આયુષ્માન સાથે આ સેલિબ્રિટીઓ પણ છે ઉપસ્થિત

મહત્વનું છે કે દર્શકો માટે આ પહેલી વખત રહ્યું છે કે આયુષ્માનની સાથે અક્ષય કુમાર થોડા સમય માટે સાચી સ્ક્રીન સ્પેસ શેર કરી છે. અક્ષય સિવાય નોરા ફતેહી અને મલાઈકા અરોરાએ પણ ડાન્સ નંબર માટે આયુષ્માન સાથે દેખાયા છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ એન એક્શન હીરોએ ભલે બૉક્સ પર ધીમી શરૂઆત કરી છે, પરંતુ ફિલ્મમાં સેલિબ્રિટીઓની એક્ટિંગ શાનદાર લાગી રહી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow