ગુલમર્ગમાં હિમસ્ખલન, બે વિદેશી પ્રવાસીનાં મોત, 19ને બચાવાયા

ગુલમર્ગમાં હિમસ્ખલન, બે વિદેશી પ્રવાસીનાં મોત, 19ને બચાવાયા

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં બુધવારે હિમસ્ખલનને કારણે બે વિદેશી પ્રવાસીઓનાં મોત નીપજ્યાં હતાં. નજરે જોનારાઓના જણાવ્યા પ્રમાણે અફરવાટ શિખરના હાપતખુદ કાંગડોરીમાં બપોરે 12.30 વાગ્યે બરફની 20 ફૂટ ઊંચી દીવાલ તૂટી પડી હતી. પોલેન્ડના 12 અને રશિયાના આઠ પ્રવાસી સહિત બે સ્થાનિક ગાઇડ હિમસ્ખલનમાં ફસાયા હતા. બન્ને મૃતક પોલેન્ડના છે. પોલીસના મતે, તેમને બચાવવા 14 હજાર ફૂટ ઊંચાઈની કેબલ કારનો ઉપયોગ કરાયો હતો. રેસ્ક્યૂ ઓપરેશનમાં 19ને બચાવાયા હતા.

સૂત્રોના જણાવ્યાનુસાર બે દિવસ પહેલા ભારે હિમપ્રપાત બાદ વિસ્તારમાં હિમસ્ખલનની આશંકાને કારણે બંધ જાહેર કરાયો હતો. હિમસ્ખલનની ચેતવણી આપવામાં આવી હતી કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. કાશ્મીરમાં 29 અને 30 જાન્યુઆરીએ ભારે હિમવર્ષા થઈ હતી.

આજે વરસાદની આગાહી, ઠંડીથી રાહત નહીં
જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં બરફવર્ષાથી પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, યુપી, ઝારખંડ અને વિદર્ભમાં લઘુત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી ઘટ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તામિલનાડુ અને કેરળના દક્ષિણી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. સ્કાઇમેટના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી ત્રણ દિવસ સુધી જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ થઈ શકે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow